બીજાને બકરાં કરી, આપ બને ગોવાળ, બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર; લ્યાનત હજો હજાર, એહવા આગેવાનને. બીજાંને બથમાં લઈ, થાપા થાબડનાર, પોતાનાં વડિયા કરે કદમે રમતાં બાળ; ખમા ખમા લખવાર એહવા આગેવાનને.