પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩ જું
બારડોલીમાં શું બન્યું ? — સરકારપક્ષ
 


જવાબ જ રહેતો નથી. આ સમજાયા પછી જ કદાચ સમજાશે કે મહેસૂલઆકારણી ખેતીના કુલ ઉત્પન્ન અને ભાવ ઉપર ન બાંધી શકાય પણ ગણોત ઉપર જ બાંધી શકાય… શ્રી. જયકરના રિપોર્ટના ૫૭ થી ૬૫ મા ફકરા તો તદ્દન નકામા છે એમ કહીએ તો ચાલે; અરે, એટલું જ નહિ એમણે જે વધારો સૂચવ્યો છે તેના બચાવ માટે નહિ પણ તેની વિરુદ્ધ દલીલ એમાંથી મળે છે, એટલે એ ફકરા તો ખરેખરા જોખમકારક છે. … આમ ખેતીનું ખર્ચ બાદ કર્યા વિના ખેતીનું ઉત્પન્ન ગણીને તેની ઉપર આકારણી બાંધીએ તો માર્યા જ પડીએ. એમ કરવામાં કેવી સ્થિતિ થાય છે તે ૬૫મા ફકરામાં જોવાનું મળે છે. ૬૬ મા ફકરામાં શ્રી. જયકરે વધારાની પેાતાની જે સૂચના કરી છે તે કરતાં તેમની એ જ દશા થઈ છે. તેમણે બતાવ્યું છે કે ખર્ચ બાદ કર્યા વિનાનું ઉત્પન્ન એટલું બધું વધ્યું છે કે ૩૩ ટકા તો જરૂર વધારી શકાય. સાથે સાથે તેમને એમ પણ ખબર છે કે એના એ જ ભાવો કદાચ કાયમ ન રહે, અને તેમ થાય તો વધારેપડતો વધારો સૂચવ્યો એવો આરોપ આવે. એટલે તેમણે ડરતાં ડરતાં અને કશું કારણ બતાવ્યા વિના ૨૫ ટકા વધારો ‘યોગ્ય અને ન્યાયયુક્ત’ છે એમ જણાવ્યું છે. જો સરકારની વધારાની હદ ૭૫ ટકા હોત તો તેમણે કદાચ કહ્યું હોત કે ૬૫ ટકા વધારો ‘યોગ્ય અને ન્યાયયુક્ત’ છે. ”

આમ શ્રી. જયકરનો રિપોર્ટને આખો પાયો જ નાબૂદ કરનારો રિપોર્ટ સરકાર શી રીતે પ્રસિદ્ધ કરવાની હિંમત કરી શકે ?

શ્રી. જયકરના રિપોર્ટને ઉડાડી દઈને ઍંડર્સને નવો જ પાયો શોધ્યો, એ પાયો તે ‘આપણું એક જ સાચું એંધાણ — ગણોત.’ આ પાયો શ્રી. જયકરના કરતાં કંઈ વધારે મજબૂત નહોતો, એટલો જ તે કાચો હતો. મિ. ઍંડર્સન કહે છે કે શ્રી. જયકરના રિપોર્ટની ખરી કિંમત એની પુરવણીમાં રહેલી છે. છતાં એ જ પુરવણીમાંની એક અગત્યની પુરવણી જી વિષે તેમની ટીકા જુઓ :

“પુરવણી જી (વેચાણના આંકડાવાળી ) જેટલી કાળજીથી તૈયાર થવી જોઈએ તેટલી કાળજીથી તૈયાર નથી થઈ એથી મને ખેદ થાય છે. એમાં એટલા બધા વેચાણદસ્તાવેજો લીધા છે કે ઘડીભર વિચાર કરનારને જણાશે કે ૧૯૦૧ની અને ૧૯૧૦ વચ્ચે

૨૧