પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


મેરી બી ચૂપ, તેરી બી ચૂપ

આ બંને પત્રનો જવાબ સર જે. એલ. રૂએ ૨૧ મી જુલાઈના પોતાના પત્રથી આપ્યો, તેનો સાર નીચે પ્રમાણે :

૧. તમે જે અન્યાયના આરોપ મૂક્યા તેની તપાસ કરવામાં વખત ગયો એટલે જવાબ આપવામાં ઢીલ થઈ છે તે ખાતર દિલગીર છું.

૨. હું એ તપાસ પછી તમારા મત સાથે મળતો નથી થઈ શકતો, તમે જે ગામોને હડહડતા અન્યાય થવાની વાત કરી છે તે તે ગામોના ખેડૂતોને અન્યાય નથી થયોએમ કમિટીના રિપોર્ટમાં જણાવેલી હકીકતથી જણાય છે.

૩. કમિટિએ કેવળ ગણોત ઉપર દર કયાં નક્કી કર્યા છે ? રિપોર્ટનો મોટો ભાગ તો ગણોતના આંકડા એકલા કેમ ન વાપરી શકાય એ બતાવવા માટે લખાયેલો છે.

૪. તમને વધારાના કારણો અધૂરાં લાગે છે; મને લાગે છે કે પુરવણીમાં આપેલા આંકડા અને કારણો એ વધારો ઠરાવવાને માટે પૂરતાં છે. એટલાથી તમને સંતોષ ન થાય રો બીજું કારણ બતાવવાનું હું પ્રયોજન નથી જોતો.

૫. ઘાસ બહાર નથી મોકલવામાં આવતું તેથી ઘાસની કિંમત નથી એમ તો ન જ કહેવાય. ઘાસની કિંમત તો ઘાસિયાનાં ગણોતમાં જ રહેલી છે.

૬. છેવટે મારે એ વાત તમને જણાવવી જોઈએ કે કમિટીએ સરકારે મૂળ ઠરાવેલા દરમાં ઘણો મોટો ઘટાડો સૂચવ્યો છતાં સરકારે જરાયે સંકોચ વિના, અને ઘટાડાનાં કારણો બરાબર છે કે નહિ તે વિષે કશું જણાવ્યા વિના, તે ઘટાડા પૂરેપૂરા સ્વીકાર્યા. તો ખેડૂતો પણ કમિટીએ કરેલી ભલામણ સ્વીકારે એમ સરકાર આશા ન રાખે ? અને એમ સરકારને આખી તપાસ નવેસરથી કરવાનું શી રીતે પાલવે ? જો ખેડૂતની દૃષ્ટિથી એ તપાસ નવેસરથી કરવામાં આવે તો તો સરકારની દૃષ્ટિથી પણ એ નવેસરથી કરવી જોઈએ.

સરકાર તો સત્યાગ્રહને જ સમજે

આનો જવાબ શ્રી. વલ્લભભાઈ એ તા. ૨ જી ઑગસ્ટના પોતાના પત્રમાં આપ્યો :

મારે નવેસરથી તપાસ કરવી નથી. નવેસરથી તપાસ કરો તો રૈયતને કશો ગેરફાયદો થાય એમ તો નથી જ, પણ આ બાબતમાં એમ ફરીફરી તપાસ ન થઈ શકે એ સમજું છું. મેં જે માગણી કરી હતી એ તો જે

૩૭૪