પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
દાદએ હુઝૂરસ્ત.

પેલા ખેડૂતે કહ્યું “તમે પણ કેવા મૂર્ખ છો?! સડક તે વળી ક્યાં જઈ શકે ? એતો નિર્જીવ પડી છે !! હા, પ્રાણીઓ અવશ્ય તે ઉપર આવજા કરે છે.”

આ પ્રત્યુત્તર સાંભળી અકબર અને બીરબલ ઉભય લજ્જિત બની એક બીજાનું મોઢું જોવા લાગ્યા.

વાર્તા ૪૫.

દાદએ હુઝૂરસ્ત.


એક દિવસે બાદશાહ અને બીરબલ પોતપોતાના ઘોડાઓ ઉપર સ્વાર થઈ ફરવા નીકળ્યા. માર્ગમાં બાદશાહે બીરબલને કહ્યું “ઈં અસ્પે પિદરે શુમાસ્ત ?” ( આ ફારસી વાક્યના બે અર્થ લઈ શકાય. એક તો એકે " આ ઘોડો તમારા પોતાનો છે ?" અને બીજો અર્થ અસ્પે ને બદલે અસ્પ કહેતાં “આ ઘોડો તમારો બાપ છે ?” એવો થાય છે). બીરબલ બાદશાહની મતલબ સમજી ગયો હતો એટલે તેણે પણ એજ દ્વીઅર્થી ઉત્તર આપ્યો કે “ દાદએ હુઝૂરસ્ત” અર્થાત્ “આપનો આપેલો છે” અથવા “આપનો દાદા-પિતામહ-છે.” બાદશાહ આ ઉત્તર સાંભળી ચુપ થઈ ગયો.

વાર્તા ૪૬.

સંસારમાં પુરૂષો વધારે કે સ્ત્રીઓ ?

એક દિવસ બાદશાહ અને બીરબલ શાહી મહેલમાં બેઠા બેઠા વાત કરતા હતા. બેગમ પણ ત્યાંજ હાઝર