પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
બીરબલ વિનોદ.

પરિક્ષા કરી જોવા માટે એમ કરેલું હોવું જોઈએ, માટે એમનો વાંક માફ કરો.”

બીરબલના આવા પ્રકારના કહેવાથી બાદશાહે નોકરોને માફી આપી દીધી.


વાર્તા ૬૪.

વીંછીનો મંત્ર.

એક દિવસે કેટલાક દરબારીયોએ બીરબલ સાથે એવી શરત લગાવી કે 'જો તે ભર દરબારમાં શાહઝાદીનું ચુંબન લે, તો દસ હઝાર રૂપિયા ઈનામ તરીકે આપવા'. બીરબલે એ શરત કબુલ કરી, બીજે દિવસે સ્હવારમાંજ તે રાજમહેલમાં ગયો. શાહી કુટુંબમાં બીરબલ એક અંગત્ પુરૂષ તરીકે લેખાતો હતો, તેનો પડદો રાખવામાં આવતો ન હતો. તેણે શાહઝાદીને પોતા પાસે બોલાવી, કે જેની ઉમ્મર લગભગ તેર ચૌદ વર્ષની હતી અને તેને સઘળી બીના કહી સંભળાવી. શાહઝાદીએ કહ્યું “કાકાજી ! ભર દરબારમાં આપ કેવી રીતે ચુંબન લઈ શકો? બીરબલે તેને તે વિષેનો પાઠ ભણાવી દીધો.

બપોરે દરબાર ભરાઈ, બધા સરદારો હાઝર હતા. એવામાં શાહઝાદી કૃત્રિમ, છતાં જણાઈ ન આવે એવું કલ્પાંત કરતી ત્યાં દોડી આવી અને બાદશાહને જણાવ્યું કે, તેણીના ગાલ ઉપર વીંછી ડંખ્યો છે.

બાદશાહે દરબારીયો તરફ જોઈ કહ્યું “કોઈને વીંછીનો મંત્ર આવડે છે?” બીરબલ ઝટ બોલી ઉઠ્યો “હઝૂર ! મંત્ર તો આવડે છે, પરંતુ તેમાં બાધા માત્ર