લખાણ પર જાઓ

પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
બીરબલ વિનોદ.

વાર્તા ૧૦૪.

પ્રશ્નોત્તરી.

એક દિવસે બાદશાહે બીરબલને પૂછ્યું કે “કોઈ ગુરૂએ પોતાના શિષ્યને ચાર પ્રશ્ન પૂછ્યા હતા, જેનો પેલા શિષ્યે એકજ જવાબ આપ્યો હતો તે પ્રશ્ન એ હતા :–

પાન સડે ઘોડા અડે, વિદ્યા વિસર જાય;
જગરે પર વાટી જલે, ચેલા ! કોન ઉપાય?

એનો ઉત્તર શો આપવો જોઈયે એ તમે બતાવો.”

બીરબલ તરતજ હાથ જોડી કહેવામાં લાગ્યો, “જહાંપનાહ ! ચેલાએ એકજ ઉત્તર એ આપ્યો હતો ‘ગુરૂજી ! ફેરવી ન હતી.’ કેમકે નહીં ફેરવવાથી પાન સડી જાય, ઘોડો અડીયલ ટટ્ટુ બની જાય, બાટી (ભૈયા લોકો તેમજ મારવાડીઓ વગેરે અત્યારે પણ લોટના લંબગોળ ગોળા બનાવી અગ્નિપર શેકીને ખાય છે તે) બળી જાય તેમજ વિદ્યાનું પણ વિસ્મરણ થઈ જાય છે.”

બીરબલના આ ઉત્તરથી બાદશાહ બહુજ પ્રસન્ન થયો.

વાર્તા ૧૦૫.

સાચા એહદી (આળસુ).

એકવાર બાદશાહે નગરમાં બધા આળસુઓને ભેગા કરી તેમને માટે રાજ્ય તરફથી ખાવા પીવાનો અને કપડા લત્તાનો બંદોબસ્ત કરી આપ્યો. આ ઉપરથી લોભવશ હઝારો માણસો આળસુ બની બનીને આવવા લાગ્યા. જ્યારે બાદશાહે આ પ્રકાર જોયો ત્યારે તે મનમાં પસ્તાવા લાગ્યો, કેમકે જ્યારે માણસને બેઠા બેઠા ખાવા પીવાનું