પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
બીરબલ વિનોદ.

વાર્તા ૧૧૪.

કોઈ પઠ્ઠા ચઢ ગયા હોગા.

એક પ્રસંગે બાદશાહની પટરાણીના શરીરમાં ઘણી જ વેદના થવા લાગી, બાદશાહે બીરબલને એ વેદનાનું કારણ પૂછતાં બીરબલે કહ્યું “હુઝૂર ! કોઈ પઠ્ઠા ચઢ ગયા હોગા.”

આ ઉત્તરથી બાદશાહ અત્યંત લજ્જિત થઈ ગયો.

( આ વાક્ય પણ દ્વિઅર્થી છે. પઠ્ઠાનો અર્થ માંસનો લોચો અથવા યુવાન-બળવાન-પુરૂષ થાય છે.)

વાર્તા ૧૧૫.

આપ ક્યાંથી બાદશાહ થાત ? !

એક દિવસ બાદશાહે બીરબલને પૂછ્યું “બીરબલ ! જો બાદશાહી નષ્ટ થતી ન હોત તો કેવું ઉત્તમ થાત?”

તરતજ બીરબલે ઉત્તર આપ્યો “ જહાંપનાહ ! એમ હોત તો પછી આપ ક્યાંથી બાદશાહ થાત ?!”

આ સાંભળી બાદશાહ નિરૂત્તર થઈ ગયો.






વાર્તા ૧૧૬.

બે પ્રશ્નનો એકજ ઉત્તર.

એક દિવસ બાદશાહે બીરબલને બે પ્રશ્ન પૂછ્યા અને કહ્યું કે એનો ઉત્તર એકજ હોવો જોઈએ. એ પ્રશ્નોત્તરી નીચે પ્રમાણે છે:—

“(૧) બડા ક્યોં ન ખાયા? (૨) જૂતા ક્યોં ન પહના?”

બીરબલે તરતજ ઉત્તર આપ્યો “હુઝૂર ! તલા ન થા.”