પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫

અમારે માટે ત્યાગી દીધો; પરંતુ એ વાત અમારી આશા વિરૂદ્ધ થઇ. અમને આશા હતી કે એવો બનાવ કે મહાન કાર્યમાં કદાચ બનવા પામશે પણ મનુષ્યના વિચારો દિ સફળ થતા નથી, જે વસ્તુનો વિચાર કરીએ છીએ; તે પ્રાપ્ત થતી નથી અને જેની ઇચ્છા હોતી નથી એ વસ્તુ આપણી પાસે ચાલીને આવે છે. આ અણધારી આફતે અમારા હૃદયને સખ્ત આઘાત પહોંચાડ્યો છે. શોક; મહા શોક ! ! સંસારસુખ રૂપી મદિરામાં દુઃખરૂપી કચરો ભરેલો છે ! ! ! અહીંયાની મિઠાઇયોમાં વિષ ભળેલું છે, સંસાર ખરેખર અસાર જ છે એને મૃગજળની ઉપમા આબાદ બંધબેસ્તી આવે એમ છે. આ જગતમાં સુખની પાછળ દુઃખ અને સંપદા પાછળ વિપદ રહેલાં જ છે. તૂરાનના એલચી (દૂત ) અને અન્ય અન્ય વિદેશી મહેમાનોના આગમને અમને બીરબલનો મૃતદેહ પોતે તે પ્રદેશમાં જઈ જોવાનો અવકાશ ન આપ્યો, કે જેથી અમે અમારી જે કૃપા એની ઉપર હતી તે બતાવી શક્યા હોત. એમ થવાથી સર્વસાધારણને અમારી કૃપા અને અનુગ્રહનો પરિચય મળવા સાથે તેઓ જાણી શક્યા હોત કે, જે મનુષ્યે અમારે માટે પોતાનો પ્રાણત્યાગ કર્યો છે તેને અમે કેટલી હદ સુધી ચાહીયે છીએ. હૃદયની આંખો એ બધું જોઈ શકી છે અને બુદ્ધિમાન લોકો એ વાત સારી પેઠે સમજી પણ ગયા છે; પરંતુ કામ સર્વસાધારણથી છે, એટલે મનની વાત મનમાંજ રહી ગઈ.

એવું કયું હૃદય છે જે આ શોકથી વ્યાકુળ ન થયું હોય ? અને તે કઇ આંખ છે જે આ દુખથી અશ્રુ વરસાવી ચુકી નહીં હોય ? આ માટીનો ઢગ ( દુનિયા અથવા દેહ ) ત્યાગવા યોગ્ય છે અને બધા સંસારીક સંબંધ તોડવા યોગ્ય ! તે પરલોક વાસિનો વિચાર રાત્રિ દિવસ અમારી આંખો સ્હામે તરવરે છે અને તેના ગુણ સર્વદા અમારા દરબારમાં ઉપસ્થિત છે, તો પછી તેના ક્ષણભંગૂર દેહના નષ્ટ થવાથી શું અંતર પડી શકે એમ છે? પરંતુ, સંસારિક રીતે તેના વિરોગનો કારમો ઘા અમારા હૃદયમાં એવા પ્રકારનો