લખાણ પર જાઓ

પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪

ભૂ, રવિ, પક્ષિ, પસૂ, નર, નાગ, નદિ, નદ, લોક રચે દશચારી,
કેશવ દેવ અદેવ રચે, નરદેવ ર રચના ન નિવારી,
રચિકે નૃપનાથ ભલી બલબીર, ભયો કૃતકૃત્ય મહા વૃતધારી,
દૈ કરતાર પનો કર તોહિ, દઈ કરતાર દુહું કરતારી.

એ સવૈયાને સાંભળી બીરબલ એટલો બધો પ્રસન્ન થયો કે પોતાના શાલી રૂમાલમાં છ કરોડ દામ (લગભગ સાડાબાર લાખ રૂપીયા) ની હુંડીયો બાંધેલી હતી તે ખોલીને તે જ વખતે કેશવદાસને આપી દીધી, જે માટે ધન્યવાદ તરીકે કવિએ બીજો સવૈયો કહ્યો:–

કેશવદાસકે ભાલ લિખ્યો બિધિ, રંકકો અંક બનાય સંવારયો,
ધોયે ધુયો નહીં છોડે છુટ્યો, બહુ તીરથકે જલ જાય પખારયો;
વ્હૈં ગયો રંક્કો રાય તંબૈ, જબ બીરબલી નૃપનાથ નિહારયો,
ભૂલી ગયો જગદી રચના, ચતુરાનન ફારી રહ્યો મુખ ચારયો.

રાજા બીરબલના જે શોકગીતો લખાયાં છે તેમાં પણ ઉદારતા વર્ણવામાં આવી છે. અમે બાદશાહે બનાવેલો જે મરસીયો અગાઉ લખી ગયા છીએ તેના પ્રથમ દોહરામાંથી પણ એજ ધ્વનિ નીકળે છે. કવિ કેશવદાસે તો સ્પષ્ટ શબ્દોમાં લખી દીધું છે કે “ બીરબલના મૃત્યુથી દારિદ્રતાને અત્યંત આનંદ થયો.” તે લખે છેઃ–

સવૈયા.

પાપકે પુંજ પખાવજ કેશવ, શોક કે શંખ સુને સુખમામેં,
ઝુંઠકી ઝાંઝર, ઝાંઝ અલોકકી, કૌતુક ભૌ કલિકે કુરમામેં;
ભેદકી ભેરિ બડે ડરકે ઢફ, આવજ યુત્થ ન જાની જમામેં,
જૂઝતહી બલબીર બજે બહુ, દારિદ્ર કે દરબાર દમામેં.

બીરબલની આવી ઉદારતા (કેશવદાસ પ્રત્યે બતાવેલી ) નું વર્ણન સાંભળી લોકો બહુજ આશ્ચર્યચકિત થાય છે. તે સમયના સાધારણ માણસો પણ બીરબલની પદ્વિ અને પગારને જોતા તેની જગવિખ્યાત ઉદારતાથી એજ પ્રમાણે આશ્ચર્ય પામતા, કેમકે બાદશાહી કૃપાથી બીરબલને રાજાની પદ્વિ મળી ગઈ હતી; પરંતુ તે