પૃષ્ઠ:Birbal Vinod.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
બીરબલ વિનોદ.


બોલી ઉઠ્યો “વાહ બીરબલ, વાહ ! ! ખૂબ હિકમત લડાઈ ! તેરી તો નહીં, મગર મેરી તો યે ગત ઝૂરૂર હૂઈ ઓર તૂને તો રાતભર ખૂબ એશકી બહાર લૂટી.

આ સાંભળી બિરબલે કહ્યું “જહાંપનાહ ! ઝૂટ ક્યૂં બોલતે હંય ? આપકી યે ગત બનાનેકી કિસ્મેં તાકત હય?”

“બસ, બીરબલ ! કુછ કેહનેકી બાત નહીં. ખુદા કે વાસ્તે અબતો તેરીભી ચુપ ઓર મેરીભી ચુપ કર, વર્ના લોગ વાકિફ હોંગે તો નાહક મઝાક ઉડાયેંગે ઓર મકાનમેંભી તકરાર ખડી હોગી. મગર તેરી ચાલાકી ઓર અકલમંદી દેખકે મેં બહોત ખુશ હુવા હૂં ઓર તુઝકો હરવક્ત અપને પાસહી રખ્ખુંગા. અબ તૂ યહીં રહાકર ઓર સલ્તનતકે કારોબારમેં કાબિલ હોજા. આજસે મેં અહદ કરતા હું કે મેં તુજસે કોઈ જુદાઈ ન રખ્ખૂંગા ઓર એક અઝીઝ દોસ્તકે તોરપર હમેશાં નિભાઉંગા.”

બીરબલ પોતાનું અહોભાગ્ય થયું જાણી બે હાથ જોડી શાહને કહેવા લાગ્યો “બંદાપરવર ! આપ જો હુકમ ફરમાયેં ઉસકી તા’મીલકો બંદા હરવક્‌ત બસરો ચશ્મ હાઝિ़ર હય.”

આવી રીતે બાદશાહ અને બીરબલ વચ્ચે મૈત્રી સંબંધ થયો, ત્યાર પછી બીરબલ સર્વ પ્રકારે સ્મૃધ્ધિવંત થયો અને ધીમે ધીમે બાદશાહના દરબારમાં સૌથી વિશેષ માનીતો અને અકક્લમંદ લેખાયો.