લખાણ પર જાઓ

પૃષ્ઠ:Birbal Vinod.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
ગંગનું ચાતુર્ય.


સાથે રહી કવિઓએ શુરાતન ચઢાવતાં ચઢાવતાં લડાઈમાં પોતાના પ્રાણ સુદ્ધાં ખોયા છે, પણ આતો આખા રાજ્યને ભાવિ લડાઈમાંથી ઉગારી લેવાનું છે. માટે એવા પ્રસંગે તમે નાહીંમત થાઓ એ શું કહેવાય ?”

બીરબલ બોલ્યો “કવિશ્રી કાંઈ હંમેશથી નાહીંમત નથી, પરંતુ કોણ જાણે રાજ્યના નશીબજ વાંકા છે એટલે એ પણ હીંમત હારી ચૂક્યા છે ?!”

ગંગ બોલી ઉઠ્યો “દીવાનજી ! તમે બસ કરો. તમારાં વચનો સાંભળી મારા પેટમાં ફાળ પડે છે. કોણ જાણે તમારા વચનોમાં કેવી મોહિની રહેલી છે કે હું તેમાં ફસાઈ જાઉં છું?!!”

ટોડરમલે કટાક્ષના રૂપમાં કહ્યું “મોહિની બોહિની શું કરો છો? હોય હીંમત તો ઝડપો બીડું, નહીં તો ચોખ્ખી ના પાડો એટલે પત્યું.”

ગંગ બોલ્યા “તમે બધા મારી પાછળ લાગ્યા છો એતો બધું ઠીક, પણ જો મારો જીવ જવાનો વારો આવે ત્યારે કોઈ બચાવવા મેદાને પડશો ?”

બીરબલે ઈશારો કરવાથી બધા બોલી ઉઠ્યા “હા અમે સૌ તે માટે તૈયાર છીએ.”

બીરબલ બોલ્યો “કવિશ્રી ! જુઓ, આખો દરબાર તમ૫ર કેવું હેત રાખે છે ! ? શું આ બધા દરબારીઓનું કહેવું બાદશાહ અમાન્ય કરે એમ છે ?”

ટોડરમલે કહ્યું “કવિજી ! હવે તો ગમે તેમ કરીને બાદશાહને દરબારમાં લાવતા કરી દો.”