પૃષ્ઠ:Birbal Vinod.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
બીરબલ વિનોદ.


મૂર્ખનો સરદાર બની પરવચનમાં સપડાયો છે. આ બધા દરબારીયોને કારણે જ હું આ સ્થિતિએ પહોંચ્યો છું. એમનાજ આ બધાં કારસ્તાન છે.” એટલું કહી તેણે બધી હકીકત બાદશાહને કહી સંભળાવી. કવિનું વર્ણન અને તે પણ વળી તેને માથે મોત ઝઝુમતું હોય ત્યારે તેમાંથી બચવા કેવા પ્રકારનું હોય એ વાંચકો ઠીક વિચારી શકે એમ છે. ગંગે એ બીના એટલી બધી ચાતુર્યતાથી વર્ણવી બતાવી કે બાદશાહ પેટ પકડી હસવા લાગ્યો. તેણે ગંગને માફી બક્ષી કહ્યું “ કવિરાજ! પારકાના વચનમાં એકદમ શ્રદ્ધા આણવી તેનું પરિણામ આવુંજ હોય, માટે હવેથી પારકાના મનનો પૂરેપૂરો ભાવ જાણી લઈ આસપાસની બીજી બીનાઓ ઉપર સંપૂર્ણ ધ્યાન આપ્યા પછી જ કોઈ પણ કાર્ય માથે લેવું.”

એ પછી બાદશાહે દરબારીયો તરફ વળી કહ્યું “શું, તમે બધાએ આ બીચારા વૃદ્ધ કવિને સ્વધામ પહોંચાડવાનો મનસૂબો કર્યો હતો? તમે ગોઠવણ સારી કરી હતી પણ બીચારાને ઉગારવાનો કોઈએ ઉપાય ન યોજ્યો એ શરમ ભરેલું કહેવાય.”

સૌ કોઈ ચુપ હતા, કોઈની પણ બાદશાહ સ્હામે બોલવાની હીંમત ન ચાલી, પરંતુ તે દિવસથી બાદશાહે દરબારમાં આવવાનું કદિ પણ મુકયું નહીં અને રાણી પોતાની આશા ઉપર પાણી ફરી વળેલું જોઈ બહુજ પસ્તાવો કરવા લાગી.