પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
નળાખ્યાન

આવી મળ્યો નળ રાજાને, વાત કહી જે વીતી;
સમાચાર કહ્યો જઈ હંસે, નળને અથ ઇતિ. હોરે વિ૦
પંખી કહે પુણ્ય્શ્લોકજી, વીતી વાત શું કરું;
દિન દશ પાંચમાં આવ્યું દેખશો, પરણ્યાનું નોહોતરું. હોરે વિ૦

વલણ

નોહોતરું આવશે સ્વયંવરનું, હંસે વાત નળને કહી રે
વેવિશાળ મળ્યું, દૂતત્ત્વ ફળ્યું, તેમાં કાંઇ સંદેહ નહીરે.

કડવું ૧૪ મું – રાગ મહ્‌લારની દેશી.

મળ્યો મિત્ર મળીને બેઠી, પૂછે નળ ભૂપાળજી;
વીર વિહંગમા કોહોને વારતા, કેમ મેળ્યો વેવિસાળાજી.
ગામ ઠામ ને રૂપ ભૂપ ગુણ, ગોત્રને આચાર્યજી;
સર્વાંગે સંપૂર્ણ શ્યામા, માન્યું તારું અંતસ્કર્ણજી.
કેમ ગયો દૂત કેમ દૂત થયો, વાતા કહો મુને માંડી જી;
તે કન્યા કેમ બોલી તુજા સાથે, લજ્જા મનની છાંડીજી.
પંખી કહે સાંભલીએ સ્વામી, કન્યા વર્ણના વિવેકજી;
શેષ છેક ન પામે સ્તવતાં, શું કહું જીહ્વા એકજી.
કુંદના પુર તે કુંદન જેવું, જોતાં મોહ ઉપજાવેજી;
વૈકુંઠ ત્યાં આણ્યું પ્રસ્થાને, અમરાપુરી ને લજાવેજી.
ચારેવર્ણ ધર્મને પાળે, જે પોતનાં કર્મજી;
સુખ નિવૃત્ત નિરભે પ્રજા ને, આણ ભીમક્ની ધર્મજી.
આનંદ ઓચ્છવ ને હરિસેવા, ઘેર ઘેર વાજીંત્ર વાજેજી;
વાસવ વિષ્ણુ વિરંચિ ઇચ્છે, વાસ સુખને કાજેજી.
વિદ્યા મૂકાવી નિશાચરની, તે શીખ્યા દિશાચર કામજી;
જુગ્મા કપાટ વિજોગપુરમાં, જુઆં રહે અષ્ટ જામજી.
કર્મત્યાગ પારિધિએ કીધાં, ગુણિકાએ ગ્રહી લાજજી;
ઉચાટ એક અધર્મીને વર્તે, સકંપા એક ધ્વજાજી.
ભુવના ભવ્ય ભૂપ ભીમકનાં, ભુવન ત્રણ વ્યતિરેકજી;
ઘરની વાડી પરમા મનોહર, મધ્યે આવાસા છે એકજી.
સપ્તા ભોમ તે વ્યોમ સમાને, ફરતી બારી જાળીજી;
દશા સહસ્ત્ર નારી આયુધા ધારી, કરે કન્યા રખેવાળીજી.