પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
નળાખ્યાન

સામાસામાં રહ્યા શોભે, વ્યોમ ભોમ બે સોમ;
ઈંદુમાં બિંદુ બિરાજે, જાણે ઉડગણ ભોમ.
ઉભે અમીનિધિ કીરણ પ્રગટયાં, કળા થઇ પ્રકાશ;
જ્યોતેજ્યોતથી સ્થંભ પ્રગટ્યો, શું એથી થાંભ્યો આકાશ.
કામનીનો પરિમળ બહેકે, કળા શોભે લક્ષ;
શકે ધારાધાર વાસ લેવા, ચઢ્યો ચંદન વૃક્ષ.
કુરંગ મીનની ચપળતા, શું ખંજન જાળે પડિયાં;
નેત્રઅણિઅગ્રે શ્રવણ વિંધ્યા, સોય થઇ નીમડિયાં.
શકે નેત્ર ખેતર છે મોહનું, ડોડાળાં અંબૂજ;
ભ્રુવ શરાસન દ્રષ્ટિ શર, હાવ ભાવ બે ભૂજ.
ગળસ્થળ નારંગ ફળશા, આદિત્ય ઇંદુ અકોટી;
આધાર પ્રવાળી દંત કનકરેખા, જિવ્હા જાણે કસોટી;
કીર આનનપર શ્રીખંડ શોભે, કોયલા બોલે અણછતી;
વનલતાપર પંખી બેઠો, નવ રહેવાયું મારી વતી.
અધારરસ પર શ્વેત બિંદુ, મેં જાણ્યું કરું ગ્રાસ;
ઉદાર સાર આભરણ અંબુજ , જઇને પૂરું વાસ.
નાભી નીકટ મેખલા, રહે ગમન સાથ અમારો;
રોમાવળિ દ્રુમ કુચ ટોડા, ઉર મંડળ શું ઉવારો.
અંગ રંગ તરંગ યૌવન, જોતાં તૃપ્ત ન થઈયે;
ક્ષુધા તૃષા પીડે નહીં, રૂપા સુધામાં રહિયે.
કચભૂષણ કદળી પત્ર ઉપર, શબ્દ તેનો ઊઠે;
તાં બોલે પંચાનન પ્રહારથી, શું લાગો મેગળ પૂઠે.
કેળશાખાયે જલજ જુગમ ચઢ્યાં, ગજ એથી પામે ખેદ;
યુગ્મ અંબુજ તાંહા મળીયાં, મળ્યા મધુકર વેદ.
સ્કંધ પદના તે કદળી સરખા, ખટ તોયજ તોય પાખે;
સુદ્ધ બુદ્ધ નવ રહી મારી, હું બોલી ઉઠ્યો અભિલાખે.
વાડી વાણી વ્યોમચારની, પડ્યો મૂર્ચ્છા ખાઈ;
હાટક રૂપ દેખી સખી સાથે, મુજને ગ્રહવા ધાઈ.
મોહવરુણી પી પડ્યો, કન્યાયે ગ્રહયો આવી;
ભુજઅંબુજ મેં પણ ભેદ્યાં, તોયે મન નવ લાવી.