પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
પ્રેમાનંદ

વાસવ વહ્નિ ને વરુન રાય, જમ આદે વર્યાનીઇચ્છાય;
મોકલ્યો છૌં મળીને ચારે, તો હું આવ્યો છૌં માનવી દ્વારે.
તું ત્રિભોવનપતિનેભજ, નળ અલ્પ જીવને તજ;
માગ અમરાવતીને વાસ, અમર ઇક્ષુ ને નળ ઘાસ.
સુર પરને તું ને નહીં મર્ત, નળ વરે દુઃખનું નહીં નિવર્ત;
સુરસંગે ભોગવવા ભોગ, નળ અલ્પ આયુષ ભર્યો રોગ.
મનુષ્ય્ને વ્યાધિ શત ને આઠ, મરિ મરિ અવતારનો ઠાઠ;
મનુષ્યને વિજોગ પીડે, આયુષ્ય ઉતાવળું હીંડે.
મનુષ્યને ઘડિયે શત ઘાત, પીડે જ્વર શિત સન્નિપાત;
માનવ ભર્યા હોય મળ મૂત્ર, ઘેલી તે સાથે ઘરસૂત્ર.
ગંગાજળ તજી કૂપનું અનાવે, તજી કીર કો કાગ ભણાવે;
દેવ સુખ સમૂહના દાતા, નવ ઓસરે અમૃત પાતા.
ઇંદ્ર મંદિર હીંડોળે હીંચ, તુંથી દેવાંગના વંદ નીચ;
પી સુધા ભોગની વારુની, થા ત્રૈલોકપતિની તારુણી.
થઇશ અમર સુધાને પીતી, પરન ઈંદ્રને જગ જિતી;
છાસઠ સહસ્ત્ર રંભા આદે, થઇ તૃપ્ત વાસવ સંગસ્વાદે.
ઇન્દ્રાણી છે તારી બીક, રખે દમયંતતી થાતી અધીક.
પરણી ઇંદ્ર સાચવ આ તક, જોની કલ્પવૃક્ષ પારિજાતક.
રથ ઐરાવત્નું સુખ લેરે, વરવા વાસવને હા કહેરે;
કરી શણગાર સર્વાંગે, ઘટે રહેવું ઇન્દ્ર અર્ધાંગે.
વર વહ્નિને હો બાળી, નહીં સમો આવે વળી વળી;
સર્વ દેવતાનું એ વદંન, અગ્નિઓરૂપ તે કોટી મદંન.
વળી વરવા ઇચ્છે છે જમ, તેને ના કહેવાશે ક્યમ;
છે વરુણને ઇચ્છા ઘણી, રઢા લાગી છે તમતણી.
મૂકો બાળ અવસ્થાની ટેવ, ફરી માગું ન મોકલે દેવ;
હંસ મિથ્યા કરી ગયો લવ, રૂપ હીણ છે નળ માનવ.

વલણ

નળ માનવ કદરૂપ કાયા, નળ નિભ્રંછ્યો નળેરે;
પોતે પોતાનું આપ નિભ્રંછ્યૂં, તે દેવતાનો દૂત સાંભળે રે.