પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
પ્રેમાનંદ

દમયંતી પાસે તે સમે, સંગ ઈંદુમતીને ગમે;
મોતીનો હાર કંઠેથી કાહાડ્યો, ભીંતને ટોડલે વળગાડ્યો.
ટોડલામાં પેઠોપાપી કળી, મુક્તાફળની માળા ગળી;
ઈંદુમતીએ માંડ્યો શણગાર, જુએ તો નવ દેખે હાર.
અહરો પહરો તે ખોળ્યો ઘણું, વિચાર્યું એ કૃત્ય દાસી તણું;
પૂછ્યું તેડીને એકાંત, બાઈ તુજપર આવે છે ભ્રાંત.
લાવ વહેલી ક્યાં મૂકી માળા, દમયંતીને લાગી જ્વાળા;
બાઈ બેન મા ચહડાવો આળ. પૃથ્વી જાશે રસાતાળ.
જોઈ બોલવું વદને વાંક, સ્વામીદ્રોહી પડે કુંભીપાક.

વલણ

કુંભીપાક પડે સર્વથા, સાચું ન બોલે જેહરે;
ઘેર રાખી રંક જાણી, હશે કાં આપો છેહરે.

કડવું ૪૩ – રાગ પરજીયો.

ઈંદુમતી કહે બાઈ સાંભળ, લોકને કાં સંભળાવો;
કહે વૈદરભી વણ ચોરીએ, શા માટે અકળાવો.
હાથમાંથી હાર લઈને, ના કહે એમ ચાલે;
તસ્કર કરીને તો બાંધે, જો વસ્તુ હાથે ઝાલે.
મિથ્યા હું કહેતી નથી, કોણ માળા લે તુજ પાખે;
એવી ચોરટી હું હઉં તો, રાજમાતા કેમ રાખે.
માતા મારીએ માન દીધું, સતી સરખી જાણી;
અસાધવી મુને કેમ ઓળખી, શુંલેતાં ગ્રહ્યો છે પાણી.
અમે પરીક્ષા તારી કરી, જો ભરતારે પરહરી;
બાઇ હું મેણાં જોગ થઇ, તમારા ઘરની પેટભરી.
ચોરી કરવી આંખ ભરવી, એ તે ક્યાંનો ન્યાય;
એવે રાજમાતા પધાર્યાં, રોઇ બંને કન્યાય.
આપ આપણું દુઃખ કહે માતાને, નયણે ઢાળી આંસુ;
એક કહે મારો હાર લીધો, એક કહે ચોરી ફાંસુ.
ચતુર શિરોમણી રાજમાતા, અંતરમાં વિમાસે;
માળા ગઇ તે મોટું અચરજ, સતીને કેમ કહેવાશે.