પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
નળાખ્યાન

વલણ

હર્ષે ઘેલી સુંદરી, ભેટી ભીડી બાથરે;
જયજયકાર ઘરમાં થયો, દેખી નૈષધનાથરે.

કડવું ૬૧ – રાગ: સારંગ

વરત્યો જયજયકાર હો, નૈષધનાથને નિરખીજી;
ફરી ફરીલાગે પાય હો, સાહેલી હૃદયા હરખીજી.
નળ દમયંતી જોડી હો, જોઇ દોડી દાસજી,
સાસ ભરેલી સાહેલી હો, આવી ભીમકની પાસજી.
રાયજી વધામણી દીજે હો, અદ્‍ભૂત હર્ષની વાતજી;
ઋતુપર્ણનો સેવક હો, નિવડીયો નળનાથજી.
બાહુક રુપ પરહરયું હો, ધરયું મૂળગું સ્વરુપજી;
સુણી સૈરંદ્રીની વાણી હો, હરખ્યો ભીમક ભૂપજી.
વાજે પંચશબ્દ નિશાન હો, ગુણીજન ગાયે વધાઇજી;
પુણ્યશ્લોકને મળવા હો, વર્ણ અઢારે ધાઇજી.
નાના ભાતની ભેટ હો, પ્રજા ભૂપને લાવેજી;
કરે પૂજા વિવિધપ્રકારે હો, મુક્તાફળ કુસુમ વધાવેજી.
તોરણ હાથા દેવાએ હો, માનુની મગળ ગાએજી;
દે મુનિવર આશિષ હો, અભિષેક બહુ થાએજી.
વાજે ઢોલ નિશાન હો, મૃદંગ ભેર નફેરીજી;
સમગ્ર નગરે આનંદ વરત્યો હો, શણગાર્યાં ચૌટાં શેરીજી.
મન ઉત્સાહ પૂરણ વ્યાપ્યો હો, ભીમકદીયે બહુ દાનજી;
ગયા અંતઃપુરમાં રાય હો, દીઠું રૂપનિધાનજી.
કાંતિ તપે ચંદ્ર ભાનુ હો, વિલસે શક્ર સમાનજી;
કંદર્પ કોટિ લાવણ્ય હો, દીઠો જમાઇ જાજવલ્યમાનજી.
પડ્યો ભીમક પૂજ્યને પાયે હો, હસી આલિંગન દીધુંજી;
આપ્યું આસન આદરમાન હો, પ્રીતિ પૂજન કીધુંજી.
અર્ધ આરતિ ધૂપ હો, ભૂપતિને પૂજે ભૂપજી;
નખ શિખ લાગે ફરી નિરખે હો, જોઇ જોઇ રુપજી.
શ્વસુર શ્વસુરપત્ની હો, શાલક શાલાહેલીજી;
દમયંતીને ઘણું પૂજે હો, ગાયે દાસી સાહેલીજી.