પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
અખો

૨૮૫
 

વા પાણી સઘળો સંસાર, તેનો શું આણે ઉતબાર;
મારુત માટીને લઈ ચઢે, તેનું નામ તે પિંડજ પડે;
વંટોળે તે વપુ વાવડે, અખા આતમને કાંઈ નવ અડે. ૨૨૯

ડપણ મેલી વસ્તુવિચાર, તન તપાસી રહે સંસાર;
કોઇ વર્ણ વેષ અહંકારે મરે, વહાન સોનાનું તે નવ તરે;
એક મિશાલે બ્રહ્મા કીટ, જોઇ વિચારી અખા ગુરુ મીટ. ૨૩૦

ભૂત પંચનો આ સંસાર, મુરખ વહે તે વરણ અહંકાર;
ભાત ચાલવા વર્ણાવર્ણ, કોહિ મસ્તકા હસ્ત કટિ ચર્ણ;
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર, હરિનો પિંડ અખા કોણ ક્ષૂદ્ર. ૨૩૧

જાણપણું મેલીને જાણ્મ આફણિયે રે, શે નિરવાણ;
જાણ થયે જાણ્યું નહિ જાય, જાણણહારો બીજો થાય;
ઓછાયો નરને શું કળે, સ્વે થાય અખા જો પોતે ટળે. ૨૩૨

પિંડ બ્રહ્માંડે ને બ્રહ્માંડ પિંડે, વસ્તુ વિચારે જો તે અખંડ;
શાં શાથી કો અળગું પડે, જો સમરસ પિંડ બ્રહ્માંડજ વડે;
જેમ વૃક્ષને પત્ર આવે ને ખરે, તો સ્વર્ગ નર્ક અખા શું કરે. ૨૩૩

મે ભાવના બીજી થઇ, જેમ જાગ્રત અવસ્થા સ્વપ્ને ગઇ;
તેજ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, સથૂલ થૈ પસર્યો સંસાર;
સ્વપ્ન સંસાર જાગ્રતમાં ટળે, એમ અખા વિશ્વ બ્રહ્મમાં ભળે. ૨૩૪

જોરે આશ્રમે મન જે તણું, તેને નિદ્રા ઘેરે ઘણું;
નિજ રૂપે ત્યાં રહી નવ શકે, નાના કર્મ ધર્મબહુ બકે;
મધ્યે વ્યસન લાગ કરી જીવ, અખા આદિ અંત્યે તે શિવ. ૨૩૫

કોઇ એક ઉત્તમ વ્યસની થયા, કોઇ એક મધ્યમા વ્યસનમાં વહ્યા;
ઉત્તમ મધ્યમ બેએ વ્યસન, જેમ મદ્ય કપુર બે ઘેરે તન;
સત્કર્મ વિકર્મ બેયે વિકાર, અખા નિજરૂપે રહે નિરધાર. ૨૩૬

પ્રાપ્તિ અંગ

બાધું બોલે આવ્યું રાજ, બેઠાં બેસાત્યાં સીધ્યું કાજ;
વણ કીધે મરિ લેખે રહ્યો, પ્રીતે કરી પારંગત થયો;
હવે મારે સઘળે સુખરાસ, અખા સ્વપ્ને તર દીઠો વાસ. ૨૩૭

કામ સકલ મુજ પૂરણ તહ્યું, બ્રહ્મ સાગરમાંહિ મળી ગયું;
બોલું ચાલું હરિની સાથ, અતિ પોતે જે રૈને આથ;
હું હરિમાં અને મુજમાં હરિ, એમ અખા નખશિખ રહ્યો ભરી. ૨૩૮