પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
વિભ્રમ અંગ


પ્રવાહ પુરાતન ચાલ્યો જાય, આગલા દીસે ને પાચળ ભુંસાય;
મોઢે ફૂલ્યા ને પાચળા અદીઠ, ખપે ખરું ને રહે અનીઠ;
અખા જો બેસે એ ઘાટ, એ સમજ્યા વિના સર્વ અટાટ. ૩૮૯

પોતામાં વીખે વીખણું, નહીં સંભાળે ઘરા આપણું
થઈ ગયું ને વળી આગળ થશે, તેની વાત કરે સૌ રસે;
એમ લાગ્યો અવળો સંસાર, અખા ઘરમાં ખોયો સાર. ૩૯૦

વેલ ન દીસે દીસે પાન, દીસે કીરણ ન દીસે ભાન;
પ્રવાહ ન દીસે દીસે તરંગ; તેમ ચિદ ન દીસે દીસે અંગ
અખા દેખણહારો દ્વત, ટળતે રહે તે સર્વાતીત. ૩૯૧

ર્વાતીતમાં ઉત્પત્તિ અંત, શેષસનાગ વૈકુંઠ પરજંત;
ચૈતના કારણ કારજ ભૂત, પટ કારજ ને કારણ સૂત;
અખા જાણ અરૂપી વડે, તે જોતાં અનુભવ નીવડે. ૩૯૨

મ જાણ્યા વિણ ઠાલા સહુ, ઘણાં આચરણ આચરે બહુ;
સર્વે સ્વપ્નાંતરના ભોગ, જપા તપ સંયમ સાધન જોગ;
કહે અખો જે ખરો જાગશે, તેને એવો અનુભવ હશે. ૩૯૩

લોહના બાર ને રૂપાનાં દેવ, એક દેરાસરમાં થાતી સેવ;
તીમાં આવી પારસ રહ્યો, સર્વ સાજ સોનાનો થયો,
ઉત્તમ મધ્યમ કર્મ જ્ઞાન વડે, અખા સર્વે અહ્રિ નીવડે. ૩૯૪

ખા શમશ્યા સરખી ખરી, જો સમજે તો નીપજે હરી,
ઉંડા જળમાં રત્ન જ પડ્યું, કેમ ડબકી ખાય કને તુંબડું;
છોડ તુંબીફળ જડશે રત્ન, અખા સમજા તો મોટું જત્ન. ૩૯૫

હાપણ ભોળપણ છાંડી રહે, આડ્ય કરે હરિ મારગ બે,
ભોલાંને અસુજની આડ્ય, વિચક્ષણ પડ્યો ચતુરઈની ખાડ્ય;
અખા તરવું તેને માથે ભાર, હીરા ચાર બે નાખે પાર. ૩૯૬

ણું પંડિત ડાહ્યા ગુણવાન, ન્યાય પારખું સઁગિત ગાન;
અષ્ટાવધાનીપિંગળા કવી, મંત્રભેદ ઔષધ અનુભવી;
અખા એટલે જો હરિ નવ ખટ્યો,તો ભોળપણથો આઘો વટ્યો? ૩૯૭

જેમ શિલા એક ટાંકી ચિતરી, અણઘડી બીજી મેલે ભરી,
બે નાખી ઉંડા જળ વિષે, પણ સરખી બેઉ તરવા વિષે;
પંડિત મૂરખ સરખા નીવડે, અખા દ્વૈતને રૂપક ચડે. ૩૯૮