પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૦
અખો


ળ જોવા હીંડે નીરને, પણ કેમ દેખે અંતરથી હીરને;
ફળ સ્થાનક દેહાદિક રૂપ, અને જળ્સ્થાની તે વસ્તા અરૂપ;
અખા જોતાં તો સર્વે રાન, પણ ઉપન્યું તે ટળે રૂપ નામ. ૫૭૮

ખા એમ જ ધરજો ધ્યાન, આફણિયે જડશે સ્વસ્થાન;
બીજું તે મનની શોચના, અંતરજાડ્ય ન ટળે રોચના;
પરાપાર પ્રાણેશ્વર નાથ, નહિ સમજે તે ઘસશે હાથ. ૫૭૯

પિંડ શોધે પ્રાણેશ્વર જડે, બીજું તેને રૂપક ચડે;
પ્રત્યક્ષ સિદ્ધા સેવક બહુ સ્વાદ, પરોક્ષ ઉમેદા કરે બહુ વાદ;
ગળી ચોપડી સઘળી વાત, લુખો રામ અખા સાક્ષાત; ૫૮૦

રામ નોહે પ્રત્યક્ષ પરોક્ષ, સ્વયંરહેશે આપોપું શોષ;
ત્રિગુણ ધુંવાડે આંખ્ય બહુ ભરી, ચૌદ લોક રહ્યા આવરી;
આતમ અખા સદોદિત સદા, જીવને ત્રિગુણની લાગી દધા. ૫૮૧

સૂઝ પડે તે સમજે સાર, અન્ય કલ્પે ઉપલો વહેવાર;
વાદળ ખોખું શોષે નીર, કાદવમાંથી પીએ હીર;
એમ પ્રપંચ પરમેશ્વર લહે, અખો દેખી ચાખી કહે. ૫૮૨

સ્વામી અખાનો સધલે મળે, લોક ચૌદે તેમાં આફળે;
બ્રહ્મા આયુષ પંથમાં જાય, રામરૂપ પૂરું ન પમાય;
એવું અદબદ એળે જડ્યું, તે માંયલું સર્વ ઘાટે ઘડ્યું. ૫૮૩

ખા અદ્ભુત મોટી વાત, પ્રાકૃત જીવ કહે ઉત્પાત;
ભવ્ય જીવ કહે એ ભલું, સિંહનું બાળ રમે એકલું;
કેશરી કેરી મોટી ફાળ, પ્રાકૃત જીવો બિયે શિયાળ. ૫૮૪

પ્રાયઃ પરમેશ્વર ચે મનાતીત, પાણીથી અળગેરું શીત;
શીતા યોગે જેમ નીર જમાય, તે ઉપર સૌ હીંડી જાય;
વસ્તુ વડે એમ જાણો મન, એમ અખા સમજેહરિજન. ૫૮૫

ળા જામે ને જલ વિઘરે,તે બાધી અવની પરવરે;
હીમ ન દીસે તેમાં રંચ, તેમ એ જાણો મનના સંચ;
ત્યાં હીમ તેમ હ્યાં રામ, અખા મન સત્તાનાં કામ. ૫૮૬

ખા લાઘવ સમઝવામાંય, જો અંતર્યામી થાએ સહાય;
સામો હોય તો સાહે હાથ, પોતે પોતાના લેખો નાથ;
ચે હુમાયુ પંખીની પઠે, કોય હેતુ વાદ કરશો મા હઠે. ૫૮૭