પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
 


મ આખા સહીયારી વૃત્ત, હાથો હાથ દીસે છે તર્ત;
નટતણી હાલે આંગળી, હું હાલું જાણે પૂતળી;
તેનો બોલ પોતે નટ કહે, ઊંડે વિચારે અમથું રહે. ૬૦૮

મુક્તિ અંગ

મુક્તિ પામવા મુખ્ય વૈરાગ્ય, જો બહુ પાસથો ચૂટે રાગ;
ધ્યેય ધ્યાતાથી આઘો વટે, તે અનુભવતાં ચોક ચોવટે;
બીજી અખા રસાળી વાત, સર્વાતીત નોહે સાક્સાત. ૬૦૯

જે કીજે તે સર્વે રાગ, રાગ વિના નવ ઉપડે પાગ;
રાગ જેવારે પાચો વળે, ત્યારે નિજ આતમને મળે;
દ્રષ્ટ પદારથસું વૈરાગ્ય,ત્યાં અખા જડે તુ જ ત્યાગ. ૬૧૦

ન જાણે છે જે વૈરાગ, તે ત્યાં સામો ઉપજે રાગ;
વૈરાગ હોય ત્યાં નોહે દ્વેષ, તે તયાં શામો બાંધે ક્લેશ;
આપોપાનો થાયે ત્યાગ, ત્યારે અખા સાચો વૈરાગ. ૬૧૧

જેહ વડે તપ તીરથ કરે, વિષય ભોગ કે સુખ આદરે;
જેણે કરી નિપજે બહુ કામ, તે શોધી કાઢવો આ ઠામ;
તે વિણ જાણો રાગ વિરાગ, અખા ઉચળી ભાંગવો પાગ. ૬૧૨

જેમ તેમ કરી સમજવો મર્મ. હું તે શું ચૈતન કે ચર્મ;
એ જ સમજવું પરથમ જને, પછે ઘેર રહેજે કે જાજે વને;
એ સમજ્યા વિણ ગૃહસ્થ અતીત, વર વિવાહ વિણ ગાવાં ગીત. ૬૧૩

મજણમાં નથી રાગ વિરાગ, જેમ વાયુ હેંડે વિના પરાગ;
લોક કોક લગી પરવરે, સમજણથી અર્થ સઘળો સરે;
અખા રામ નથી ઘેર કે વને, જ્યાં જાશે ત્યાં પોતા કને. ૬૧૪

પાદ પાણી નેત્ર મુખ નાક, સકળ અંગનો સમજો તાક;
એમાંનું એકે જો જાય, ધણી માટે જીવે ના રખાય;
અખા ના દીસે તાઓ લાગ, પર સાથે શો રાગવિરગ. ૬૧૫

વેલ પરાઇ બેઠો જંન, હું જ ધણી એમ માને મંન;
કાળા સદા ખેડે સારથિ , બેઠો ફરે અવિનાશી રથી;
અખા એમ જાણે સઘળો પંડ્ય, લેવું મૂકવું ટળે પાખંડ. ૬૧૬

ગેબી જીપજ થૈ પીડતની, ત્યારે તું ત્યાં ના હોતો ધણી;
સહેજે ઉપન્યું વંઠ્યું તન, ત્યારે કાંઇ ના ચાલ્યું મન;
વચ્ચે શિદ પાડે છે ડાઘ, અખા કશો નુ જ રાગ વિરાગ. ૬૧૭