પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૧
કુટફળ અંગ


જ્ઞાની તે જે કરે વિચાર, પરપંચ તજે ને સંગ્રહે સાર;
સકળ કામના સવળી કરે, વાસનાવપુ ઠેકાણે ઠરે;
ટાળે આપ ને ભાળે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ. ૬૮૮

મોટી તાણ છે પંથજ તણી, નથી જુજવા એક છે ધણી;
પોતાના ઇષ્ટની પાળવી ટેક, સકળ ઈષ્ટનો અધિપતિ એક;
જેમ રાજા એક ને પ્રજા જુજવી, અખો એ રીતે જુએ અનુભવી. ૬૮૯

રાજાનું જેમ શહેરજ એક, પ્રજા જુજવી વર્ણવિવેક;
દંભી હોય તે રહ્યા ચડભડે, તેનું નામ તે ખરડે પડે;
સર્વેને મળતો થઈ જાય, અખા આખું શહેર તેના ગુણ ગાય. ૬૯૦

દૃષ્ટાંત ન સમઝે કોય, સહુનું બળ સહુમાંહે હોય;
જ્ઞાની જ્ઞાને કરીને કહે, મતિયો મતને મતમાં રહે;
જાવા દ્યો જાણે તેમ થાઓ, આપણ આપણા અવગુણ ગાય. ૬૯૧

વગુણ મ જોશો પ્રભુ મહારાજ, તમારા બાનાની તમને લાજ;
જેમ કોઇ કેના થઈને ફરે, તે તો તેની પક્ષજ કરે;
તમે તમારાની પ્રભુ કરો સાર, અખા કરૂં વિનતિ તજી અહંકાર. ૬૯૨

હંકાર તજીને આશે રહ્યો, મન કર્મ વચને તમારો થયો;
જેમ કાષ્ટની પુતળી નાચે નરી, તે કળસુતરે તમારે કરી;
વાજું વજાડો તો વાજે તદા, વણ વજાડ્યું ન વાજે કદા. ૬૯૩

વાજું હું તમો વજાવણહાર, તે વાજું શાને ધરે અહંકાર;
તે જોતાં સર્વ તમારાં કામ, આ અછતાનું અછતુંનામ;
ધનધન વાજું ધણીકર થવે, અખા આસુરીકર તવઅવળું લવે. ૬૯૪

સુરીના ફેરા ફરે છે જંત, તે નવ જાણે વસ્તુ તંત;
મૂળ આસુરી ન ઓળખે અંધ, તો દૈવીનો ક્યાં મળે સંબંધ;
ચોર શાહની ચિંતા કરે, વળતો શાહ ચોરથી ડરે. ૬૯૫

ર્યા શા તે પારે થયા, જખ મારીને કોર જા રહ્યા;
કાઢી મૂક્યા ક્રોધ ને લોભ, સાથી કીધા શીળ સંતોષ;
જ્ઞાનેંદ્રિય કર્મેંદ્રિય જેહ, સર્વે સગળી થઈ ચે તેહ;
અંતઃકરણ કહિયે જે ચાર, થાય અહર્નિશ જ્ઞાના વિહાર. ૬૯૬

જ્ઞાની વિહારી ગોપી જશા, તેમ જ્ઞાની જેને ગોપીની દશા;
ગોપી ભૂલી ઘર ને બાર, ગોપી ભૂલી કુટુમ્બા પરીવાર;
પોતાની દેહ પણ ભૂલી ગઇ, અખા કામની કુળવંત થઇ. ૬૯૭