પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
ભક્તિ

પદ 3૯ મું.

પદ ૧ લું – રાગ પ્રભાત

જાગ્યને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે ? જા.

દહિતણાં દૈથરાં, ઘીતણાં ઘેવરાં, કઢિયલ દૂધ તે કુણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળિનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ લેશે ? જા.

જમુનાજીના તીરે ગૌધણ ચરાવતાં, મધુરીસી મોરલી કુણ વા’શે ?
ભણે મહેતો નરસૈંયો, તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કોણ સહાશે ? જા.


પદ ૨ જું.

સમરને શ્રી હરિ, મેલ્ય મમતા પરી, જોને વિચારીને મૂળ તારૂં;
તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મ્હારૂં મ્હારૂં. સ.

દેહ તારી નથી જો તું જુગતે કરી, રાખતાં નવ રહે નિશ્ચે જાયે;
દેહ સંબંધ તજે, નવનવાં બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર વ્હાએ. સ.

ધનતણું ધ્યાન તું, અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી;
પાસે છે પિયુ અલ્યા, તેને નવ પારખિયો, હાથથી બાજી ગઇ થયોરે ખોટી. સ.

ભરનિદ્રા ભર્યા, રોંધિ ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણિ કાં ન જાગે;
ન જાગતા નરસૈંયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાંગે. સ.