પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુજરાતી કવિતા કાઇપણ દેશને ભાષા-વિદ્યા-જ્ઞાન-વ્યવહાર સંબંધી પ્રારંભ પ્રયત્ન તે કવિતામાં હોય છે. યૂરોપ, એશિયા, અમેરિકા અથવા આફ્રિકાના સિધિઓના મુલક- ની ભાષા જાણવાને જે સૌથી પહેલું સાધન આપણા હાથમાં આવશે, તે કવિતા છે. ભરતખંડની પ્રાચીન પ્રસિદ્ધ સર્વમાન્ય સંસ્કૃત ભાષાનું પહેલવહેલું જો સ્વરૂપ આપણને જોવું હેાય તે તે કવિતા સિવાય બીજે કાઈ પ્રકારે આપણને મળી શકશે નહિ. ભરતખંડના કવિઓએ પોતાની વાણીનું પહેલવહેલું સ્વરૂપ દર્શાવ્યું, તેમાં માયા ને મહેશ્વર ઍ ઍનાં વર્ણન હતાં, જે સર્વાત્તમ ગ્રંથ મનાય છે. તેમાં દેવતાઓની સ્તુતિ સિવાય ખીજા કશાયનું વર્ણન જોવામાં આવતું નથી. એ કવિતાગ્રંથમાં અક્ષર વૃત્તથી શુદ્ધ મનોવૃત્તિના ઉદ્ગાર પ્રાર્થનાદારે દર્શાવ્યા છે. પુરાણામાં શ્વિરસ્તુતિ સાથે ઐતિહાસિક કથન કચેલું જોવામાં આવે છે, ને તેમાં વેદના કાળથી જે છંદો ઉપયાગમાં આવતા હતા, તેમાં ઘણા વધારા શ્રીવેદ- વ્યાસે કીધેલા જણાય છે. પણ કવિતાના વિષયની પસંદગીમાં ઈશ્વર સિવાય ખીન્ને કાઈ પણ વિષય પૂર્વના આર્ય કવિએ પસંદ કીધેલા જણાતા નથી. કાળે કાળે સંસ્કૃત ભાષાની પડતી થઈ, ને તેમાંથી ઘણા પ્રકારની પ્રાકૃત ભાષા થઈ, જેમાંના એક કાંટા તે આ ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષાનું પ્રારંભસ્વરૂપ પણ કવિતામાં છે. ગુર્જર પ્રજાની રીતભાત તથા દેશાચાલ ને ધર્મ ભક્તિ સંબંધી જે કંઈ જાણવાની ઈચ્છા થાય તે તે માટે કવિતા સિવાય ખીજો કાઇ સાધન નથી. પણ ગુજરાતી ભાષા જેટલી ખેડાયલી હાવી જોયે તેટલી તે નથી. તે પાતાની ખહેન બ્રિજ, હિંદુસ્થાની અને મરેઠી કરતાં ભાષાના વિદ્યાસંગ્રહુમાં ઘણી પાછળ પડી છે, તેથી તેનું જે ખરેખરું ભાષાસ્વરૂપ આંધી શકાય, તે કાળ હજી વેગળે છે, ગૂજરાતી ભાષાની કવિતાના સંગ્રહ અને તેના ગદ્યના સંગ્રહ અત્યાર સુધીમાં જે પ્રસિદ્ધ થયેા છે, તે પરથી મારે કહેવું પડશે કે, સામ્પ્રત કાળના વિદ્વાન ભાષાને જેવી તુચ્છ ગણે છે, તેવી તે નથી. કવિતાના–રસાલંકાર ને પિંગલના ભેદમાં આ ભાષા મરૅઠી ને હિંદુસ્તાનીથી ધૃણી ઉતરતી છે, તષેિ મનને આનંદ આપ- થામાં, પોતાની કુમળી વાણી દર્શાવવામાં તે ખીજી ભાષાની કવિતા કરતાં ઉતરતી. નથી જ મૂલખતાં જે વિષ્ણેાની પસંદગી કરવામાં આવી છે, તે ઈશ્વર સંબંવી છે