પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર

તપનો પ્રભાવ

૮. મહાવીર પ્રસિદ્ધિને દૂર જ રાખવા ઈચ્છતા હોય એમ વર્તતા. કોઈ ઠેકાણે લાંબો વખત સુધી રહેતા નહિ. જ્યાં માનનો સંભવ જણાય કે ચાલી નીકળે. એમના ચિત્તને હજુ શાન્તિ ન હતી. છતાં લાંબા કાળની તપશ્ચર્યાનો સ્વાભાવિક પ્રભાવ લોકો ઉપર પડવા લાગ્યો, અને અનિચ્છા છતાં ધીમે ધીમે એ પૂજનીય થતા ચાલ્યા.

છેલ્લો ઉપસર્ગ

૯. આ રીતે બાર વર્ષ વીતી ગયાં. બારમે વર્ષે એમને સૌથી ભારે ઉપસર્ગ થયો. એક ગામમાં એક ઝાડ તળે એ ધ્યાનસ્થ થઈ બેઠા હતા એટલામાં એક ભરવાડ બળદોને ચરાવતો ત્યાં આવ્યો. અને કાંઇક કામ યાદ આવવાથી બળદની સંભાળ મહાવીરને કરી એ ગામમાં પાછો ગયો. મહાવીર ધ્યાનસ્થ હોવાથી એમણે ભરવાડનું કહેલું કશું સાંભળ્યું નહિ; પણ એમના મૌનનો અર્થ ભરવાડે સમ્મતિ તરીકે માની લીધો. બળદ ચરતા ચરતા દૂર ચાલ્યા ગયા. થોડી વારે ભરવાડા આવીને જુએ છે તો બળદ ન મળે. એણે મહાવીરને પૂછ્યું, પણ એમણે ધ્યાનસ્થ હોવાથી કશું સાંભળ્યું નહિ. આથી ભરવાડને મહાવીર ઉપર ખૂબ ક્રોધ ચડ્યો, અને એણે એમના


૮૬