પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૬૧
 


રસીલાં રસયમુનામાં વહન્તાં કંઈ આવતા;
એમને દાખતો પન્થ ઉભો છે એ સુહાગમાં.

અન્ધારૂં થાયે નભ માંહિ પાતળું,
ઝીણું ઝીણું પૂર પ્રભા તણું ભળ્યું;
જગત્‌ તણી જીવનછોળ શું છલી ?
જો ! પ્રેમની ઉગી પ્રભાતતારલી.

રાધિકાનાં ગીત ગાતી ઉભીને નદીને તટ
ભણે છે એહ પાષાણો પ્રેમમન્ત્રો સનાતન.

અહો ! મહાકાલની વાસુકીફણા !
હા ! સર્વભક્ષી યમ કેરી યન્ત્રણા !
તથાપિ મૃત્યુ રસનાં નથી-નથી;
સૌન્દર્ય ને સ્નેહ અજીત મત્યુથી.

સુધા ને વિષ ઘોળેલા સખે ! સંસારસાગરે
પ્રેમ ને મૃત્યુના મ્હેલ-તાજ સૌને વસે ઉરે.

મધ્યાહ્નની ઝાળ ભરી જગત્‌ ઉભી,
દાઝી-દઝાડી દુનિયા સદા દૂભી,
શું પાદશાહી ય દિલે ચિતા ? અરે !
જ્વાલામુખી જો ! સળગે સુધાકરે.