પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
ચિત્રદર્શનો
 

જય જગન્નાથનો, બન્ધુ !
ઘન ભેદી પ્રભારાશિ પ્રગટ્યો છે,
જગત્‍ મુખડે પ્રકાશ પ્રફુલ્લ્યો છે :
પૃથ્વી અને પ્રભુને
તેજની મણિસાંકળે સાંકળતો
સૂર્યરાજ આંખડીમાં આવી ઉભો છે :
વીરરાજ ! અમારાં અશ્રુ એ સૂકવશે.
દેવનાં દુન્દુભી ગાજે છે-
ત્‍હમે પાછું વાળી મા જોશો-
અમારો સંસાર અને ત્‍હેનાં સુખદુઃખ,
ત્‍હ૩ના વિલાસ તથા ત્‍હેના વિલાપોઇ,
હવે ત્‍હમને બાધા કરતા નથી :
અમારે વાસ્તે જ તે રહેવા દ્યો.
દેવો ત્‍હમારાં પગલાં વધાવે છે,
દેવાંગનાઓ ઓવારણાં લે છે :
સ્વીકારો તે દેવોનું આતિથ્ય.
વીરરાજ ! રમો ત્યે દેવભાવમાં
એ જ મંગલકારી માર્ગ, ભાઈ !
જય, જગન્નાથનો જય !
ધરો ભડકાનો ભેખ,
અને લઈ લ્યો બ્રહ્મદીક્ષા, બન્ધુ !