પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૬
ધર્મમંથન
૩૩૬
 

ધસમથન કરવામાં મેં જે સિદ્ધાંતને માન્યા તે કહુંતા ખસ ગાવું જોઈ એ. મારે તે યુદ્ધ કરી લેવું, પરિણામ તે ગમે તે આવે. મરવાયેાગ્ય શત્રુ તે મરેલા જ છે, મારે તા તેમને મારવામાં નિમિત્તમાત્ર થવું.” ‘ ગીતાજીના મારા પ્રથમ પરિચય ૧૮૮૯ની સાલમાં થા. તે વેળા મારી ઉંમર વીસ વર્ષની હતી. આ વેળા હું અહિંસાધમ થડા જ સમજ્યેા હતા. ત્રુને પણ પ્રેમથી જીતવા એ હું શામળભદના છપ્પા પાણી આપે તે પાય બહુ ભેાજન તેના દીજે' માંથી શીખ્યા હતા. તેનુ સત્ય મારા હૃદયમાં સચેાટ ઊતરી ગયું હતું. પણ તેમાંથી મને જીવયા તે વેળા તે। નહેાતી સ્ફુરી. હું આ સમય પહેલાં માંસાહાર દેશમાં જ કરી ચૂકયો હતા. સર્પાદિન નાશ કરવાના ધર્મ છે એમ માનતા હતા. મેં માંકડા ઇત્યાદિને માર્યોનું સ્મરણુ આવે છે. મારુ સ્મરણુ તે એવુ છે કે એક વીંછીને પણ મારેલો. આજે આવાં ઝેરી જંતુને પશુ ન મારવાં જોઈ એ એમ સમજ્યો છું. તે વેળા અંગ્રેજોની સાથે લડાઈ કરવાની તૈયારી કરવી જોઈ શે એમ માનતે. અંગ્રેજો રાજ્ય કરે તેમાં શી નવાઈ કવિતા ગણગણુતા. મારે। માંસાહાર એ તૈયારીનું કારણ હતું. વિલાયતમાં જતાં પહેલાં આવા વિચાર ધરાવતા. માંસાહાર ઇત્યાદિમાંથી ખચ્ચે તેનું કારણુ માતાનાં દીધેલાં વચનાનુ મરણુાતે પશુ પાલન કરવાની વૃત્તિ જ હતું. સત્ય ઉપરના મારા પ્રેમે મને ઘણી આપત્તિઓમાંથી વ્યાખ્યું છે. 2 હવે એ અંગ્રેજોના પ્રસંગમાં આવતાં મારે ગીતા વાંચવી પડી. ‘ વાંચવી પડી’ કહું છું કેમ કે મને કંઈ ખાસ ધ્યા ન હતી. પણ જ્યારે આ એ ભાઈ આએ મને તેમની સાથે ગીતાછ વાંચવાનું કહ્યું ત્યારે હું શરમાયેા. મને મારાં