પૃષ્ઠ:Divadi.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાજી પટેલ : ર૧૧
 

યે માણસોને સહાય કરી હતી. એ સહાય અનુભવી ચૂકેલા માણસોનાં મન પણ બાજી પટેલને જોતાં ઉચ્ચારણ કરી ઊઠતાં :

'લે, ખાતો જા ! ખેસફાળિયાં બાંધીને ફરતો હતો તે !'

દયા એ માનવીનું ભાગ્યે જ લક્ષણ હોય.

શરમ પણ માનવીનું લક્ષણ હોય એમ દેખાતું નથી. તેમાં એ માનવી સરકારી નોકર કે અમલદાર બને ત્યારે તેણે શરમને જડમૂળથી બાળી દેવી એવો એક અલિખિત કાયદો પણ હોય એમ દેખાય છે. બાજી પટેલને આર્થિક ખોખું બનાવી દેનાર અમલદારો હજી ઊતરતા હતા બાજી પટેલની એાસરીમાં જ. ઘણી ઘણી ચીજો વેચ્યા છતાં અમલદારોને ઉપયોગી થઈ પડે એવી ચીજો હજી બાજી પટેલે સાચવી રાખી હતી. તેમની ઘણી જમીનો અને ઢોર સહકારી મંડળીના દેવા પેટે વેચનાર અમલદારો પણ હજી આવતા હતા બાજી પટેલને જ ઘરે. મંડળી કાઢવામાં બાજી પટેલની ભારે જવાબદારી સમજાવ્યા વગર તેમને આગેવાન બનાવનાર અમલદારો દિલગીર થઈ પોતાને બદલે ગામના લોકોનો દોષ કાઢતા :

'બાજી પટેલ ! ગામના લોકોએ તમને ભારે દગો દીધો !'

'ભગવાનની મરજી...' બાજી પટેલનો જવાબ સહુને અનુકૂળ હતો.

'મેં તો તમને બચાવવા બહુ મંથન કર્યું, પણ મારું ન ચાલ્યું. એટલે...' અમલદારો માનવીને ગરદન મારીને પણ તેને બચાવ્યાનું આશ્વાસન લે ખરા, અને ગરદન મારેલા માનવીને જ ઘેર સ્વસ્થતાપૂર્વક મિષ્ટાન જમે પણ ખરા ! અંતે બાજી પટેલને ખાવાપીવાના પણ સાંસા પડવા લાગ્યા. શહેરમાં ગયેલા દીકરાઓ મજૂરીમાંથી જે કાંઈ બચતું તે મોકલતા. ખેતીમાં હવે પટેલનું જરા ય ચિત લાગતું નહિ. તેમનાં પત્ની અને તેમની આઠદસ-વરસની દીકરી રહ્યાસહ્યા એકાદ ખેતરમાં કાંઈ વાવેતર કરતાં, ખાતરપાણી વગરની ખેતીમાંથી જે પાકો–અનાજ ઊપજતું તેને ઉપયોગ કરતાં,