પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
હિંદી વેપારી


તમે એવા સારા અક્ષર કાઢો છો કે અધૂરું અધૂરું પણ તમારું અનુકરણ કરવાનું મને મન થયું છે.

હૃદયથી તમારો,


મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
ગાંધીજીના અક્ષરમાં લખાયેલા અસલ પરથી.


૧૬. એાળખને સવાલ
પ્રિટોરિયા,


સપ્ટેમ્બર ૧૬, ૧૮૯૩

શ્રી તંત્રી धि नाताल ऍड्वर्टाझर

સાહેબ,

મિ. પિલ્લેએ धि नाताल ऍड्वर्टाझरને મોકલેલો પત્ર [૧] તમારા અખબારમાં ટીકાટિપ્પણી સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તે બીના તરફ મારું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ડરબનમાં આવનાર અને હાલ જે પ્રિટોરિયામાં છે તે કમનસીબ હિંદી બૅરિસ્ટર-ઍટ-લૉ હું છું; પણ હું મિ. પિલ્લે નથી કે હું બી.એ.ની ડિગ્રી પણ ધરાવતો નથી.

હું છું વ.


મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]
धि नाताल ऍड्वर्टाझर, ૧૮-૯-૧૮૯૩


  1. ૧. પોતાને (પિલ્લેને) ફૂટપાથ પરથી હડસેલી દેવામાં આવેલા તે બાબતની ફરિયાદનો.



૧૭. હિંદી વેપારી
પ્રિટોરિયા,


સપ્ટેમ્બર ૧૯, ૧૮૯૩

શ્રી તંત્રી ,
धि नाताल ऍड्वर्टाझर

સાહેબ,

નીચેના લખાણને માટે તમારા અખબારમાં જગ્યા કરશો તો હું તમારો ઘણો આભારી થઈશ.

धि नाताल ऍड्वर्टाझर પર મોકલેલા પોતાના લખાણને કારણે 'ઘૃણાસ્પદ' ઠરેલા મિ. પિલ્લેના અહીંના કેટલાક ગૃહસ્થોએ અને ત્યાંનાં અખબારોએ ટુકડે ટુકડા કરી નાખ્યા છે. 'શિયાળ જેવા ખંધા એશિયાઈ વેપારીઓ', 'કોમનાં ખુદ મર્મરૂપ અંગોને કોતરી ખાનારી બીમારી',