પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાટકનું ચેટક
૧૬૫
 


‘આપણે તો આ કંદર્પકુમારને કન્યા આપવાનું કહેણ નાખીને સોનાની જાળ પાણીમાં જ નાખી.’

‘પાણીમાં નહિ, કાદવમાં… સાવ કુપાત્રે દાન કર્યા જેવું થયું.’

‘પણ તિલ્લુના નસીબમાં ખીમચંદ જ લખ્યો હશે તો એ મિથ્યા કેમ કરીને થાશે ?’

‘પણ એ ગામડિયો ગમાર આપણા જમાઈ તરીકે શોભશે શી રીતે ?’

‘તિલ્લુ તો કહે છે કે એ કાર્તિકેયનો અવતાર તમારા જમાઈ તરીકે ભલે ન શોભે, મારા વર તરીકે તો સરસ શોભશે.’

‘કપાળ એનું.’

‘ને વળી આજે તો સવારના પહોરમાં શેખી કરતી હતી કે આવો રૂડો રૂપાળો વર તો જેણે આગલે ભવ પાંચે આંગળીએ પરમેશ્વર પૂજ્યા હોય એને જ મળે.’

‘છોકરીનું મગજ ખસી ગયું છે.’

‘મેં પણ એને એ જ કહ્યું. તો, મને સામેથી સંભળાવ્યું કે પ્રેમમાં પડેલાં માણસોનાં મગજ ખસી જ જતાં હોય છે.’

‘એ તો નાટકનો સંવાદ બોલી ગઈ.’

‘તે આ નાટકે જ નખોદ કાઢ્યું ને ? આ ઇન્દ્રવિજયનો ઉપાડો ન લીધો હોત તો આ ખીમચંદની પારાયણ જ ઊભી ન થાત.’

‘છોકરી સાવ મૂરખ છે. એને ભાન નથી કે કાલે અષ્ટગ્રહીમાં બધું નાશ પામશે તો ઇન્દ્રવિજય પણ અટવાઈ જશે.’

અષ્ટગ્રહીના સંભવિત ઉલ્કાપાતની કલ્પના પતિ–પત્ની બેઉને ગભરાવી રહી. લેડી જકલને અત્યારે પેાતાની જંગી કૂતરાં-ફોજની ચિંતા સતાવી રહી. ગ્રહાષ્ટક યોગમાં સર્વનાશ સરજાઈ જાય તો મારાં પ્રાણપ્યારાં કૂતરાં-કૂતરીનું શું થશે એની ફિકરમાં ઘડીભર તો તેઓ પુત્રોના પ્રણય–પરિણયના પ્રશ્નનો પણ વીસરી ગયાં. એમના