લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૧ ]


મારી બુદ્ધિ બધી અકળાઈ રહી,
તોય કેમ ચૂકું મુજ વર્ચસમાં ?

મારૂં આભ બધું ઘનઘોર થયું,
નહીં જ્યોતિનું એક કણું યે રહ્યું
તીણું વીજનું કર્તન જાય દહ્યું;
પ્રભુ ! નિત્ય બળું તુજ આતસમાં !

તું જ જાણે એ ઘાટ શો નીકળશે,
નવજ્યોતિ એ ભઠ્ઠીમાં શી ભળશે,
નવપુષ્પ કશું ઊગીને ફળશે,
પ્રભુ ! હું તો વીંટાયો છું ધુમ્મસમાં !

રહી કાનસ તારી ચોમેર ફરી,
ઉરલોહનો કાટ જશે ઊતરી,
દેશે એ પછી કંચન શુદ્ધ કરી;
પ્રભુ ! શ્રદ્ધા ધરૂં તુજ પારસમાં !

તનથી તણખા ઊપડે ઊડતા,
મારા અંતરપુષ્પની કહે ગૂઢતા;
કૈંક જન્મોની એમ જશે જડતા,
પ્રભુ! વીર અદલ રહું સાહસમાં !

તારા ઘા પર ઘા ઘમકારી રહ્યા,
પ્રભુ ! તોય તે ઝીલું હું પુષ્પ સમા;
મારો જીવનઘાટ મઠારી રહ્યા,
પ્રભુ ! લે લે, ઝગાવી દે ઓજસમાં!