લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૬ ]


૫૮ : બળે છે !


આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;
ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે !

તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું ?
જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે !

ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;
ફિર્યાદ કરું છું તો જિહવા અધર બળે છે !

મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,
વન તમાશો જોશે કે કેમ નર બળે છે !


મસ્તાન

પ૯ : એકરારનામું


હકૂમદારની જોહકૂમીથી હું હવે લાચાર છું;
મુફલેસ દિલ દરવેશ દર્દી હું હવે બેજાર છું.

ઇશ્કે શરાબીની મજા જોવા હવે તૈયાર છું;
ખ્વોફે જહાં ખમવા ખરે હરદમ હવે હુશિયાર છું.

માશૂકની મુરવ્વત ખરે ! કરતાં હવે શીખનાર છું;
આલમ તણી બૂરી ખિલાફી હું હવે જીતનાર છું.

બની બહાવરો બન્દો સનમ ! હું બન્દગી કરનાર છું;
શોખીન શરાબીનો ખુમારીને હવે રડનાર છું.

માશૂક તણા જુલફે રહી આશક સદા: છૂપનાર છું;
એ જુલ્ફની ખુશબો અને લજ્જત સદા ચૂમનાર છું.