પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

वाचक :

આવું થયેલું તવારીખમાં તો નથી વાંચવામાં આવ્યું.

अधिपति :

તવારીખમાં ન જોયું હોય તે ન બને એમ માનવું એ હીણપદ છે. જે વાત આપણી અક્કલમાં આવી શકે તે આપણે છેવટે અજમાવવી તો ઘટે જ છે.

દરેક દેશની સ્થિતિ એક હોતી નથી. હિંદુસ્તાનની સ્થિતિ વિચિત્ર છે. હિંદુસ્તાનનું બળ અતુલિત છે. એટલે આપણે બીજી તવારીખની સાથે સંબંધ થોડો છે. મેં તમને બતાવ્યું કે જ્યારે બીજા સુધારા રગદોળાઈ ગયા ત્યારે હિંદી સુધારાને આંચ નથી આવી.

वाचक :

મને આ બધી વાત ઠીક નથી લાગતી. આપણે અંગ્રેજને લડીને કાઢવા પડશે, એમાં શક થોડો જ લાગે છે. તેઓ જ્યાં

૧૨૧