પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન હતું. મરજીમાં આવે તે કાયદા લોકો તોડતા ને તેની સજા ઉઠાવી લેતા.

કાયદા આપણને પસંદ ન હોવા છતાં તે પ્રમાણે ચાલવું એવું શિક્ષન મર્દાઈથી વિરુદ્ધ છે , ધર્મ વિરુદ્ધ છે ને ગુલામીની હદ છે.

સરકાર તો કહેશે કે આપણે નાગા થઈને તેમની પાસે નાચવુમ્. તો શું આપણે નાચીશું? સત્યાગ્રહી હોઉં તો હું તો સરકારને કહું : ' એ કાયદો તમારા ઘરમાં રાખું. હું તમારી પાસે નાગો નથી થનારો ને નાચનારો પણ નથી.' છતાં આપણે એવા અસ્ત્યાગ્રહી થયા છીએ કે, સરકારના જોહુકમ પાછળ નાગા થઈ નાચવા કરતાં વધારે હલકાં કામ કરીએ છીએ.

જે માણસ પોતે માણસાઈમાં છે, જેને ખુદાનો ડર છે, તે બીજાથી ડરવાનો નથી. તેને બીજાન કરેલા કાયદા બંધન કરનારા

૧૫૬