પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો તે બળદની જેમ આપણે તે જ કૂંડાળાની પ્રદક્ષિણા ફરીએ છીએ. જેઓ એમ માને છે કે પોતાને નાપસંદ કાયદાને માન આપવા માણ્સ બંધાયેલ નથી તેમણે તો સત્યાગ્રહ એ જ સાધન ખરું માનવું જોઈએ; નહીં ઓ મહા વિકટ પરિણામ આવે.

वाचकः

તમે જે કહો છો તેમાંથી હું એમ જોઉં છું કે સત્યાગ્રહ નબળા માણસને ઠીક કામનો છે. તેઓ જ્કરૂર સબળા થાય ત્યારે તો તોપ ચલાવે.

अधिपतिः

આ તો તને બહુ અજ્ઞાનની વાત અક્રી. સત્યાગ્રહતો સર્વોપરી છે. તે તોપબળ કરતાં વધારે કામ કરે છે, તો પછી નબળાનું હથિયાર્ કેમ ગણી શકાય? સત્યાગ્રહને સારુ જે હિંમત અને મર્દાની ઘટૅ છે તે તોપબળિયા પાસે હોઈ જ શકે નહીં. શું તમે એમ માનો છો કે નમાલો માણસ

૧૫૯