પૃષ્ઠ:Hind Swaraj.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. આપણે ગોરાનો કે હિંદીનો - કોઈનો જુલમ કે દાબ માગતા નથી, બધાને તરતાં શીખવા શીખવવાનુ છે.

આમ બને તો એક્સ્ટ્રીમિસ્ટ તથા મૉડરેટ બંને મળે - મળી શકે - મળવા જોઇએ; એકબીજાથી બીવાની કે અવિશ્વાસ રાખવાની જરીર નથી.

वाचकः

એટલું તમે બે પક્ષને કહો. અંગ્રેજને શું કહેશો?

अधिपतिः

તેમને હું વિનયપૂર્વક કહીશ કે તમે મારા રાજા ખરા. તમે તમારી તલવારથી છો કે મારી ઈચ્છાથી છો, એ સવાલની ચર્ચા મારે કરવાની જરૂર નથી. તમે મારા દેશમાં રહો તેનો પણ મને દ્વેષ નથી. પણ તમારે રાજા કરતાં નોકર થઇ ને રહેવું પડશે. તમારૂં કહ્યું અમારે નહીં,પણ અમારું કહ્યું તમારે માનવું પડશે. આજ લગી તમે આ

૨૦૧