આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તેને છોડી તમારા ધર્મનું શોધન કરશો તો તમે જોશો કે અમારી માગણી બરોબર છે. એ જ રીતે તમારાથી હિંદુસ્તાનમાં રહેવાય. એમ તમે રહો તો તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશુ, અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો. આમ કરતાં આપણે લાભ લઇશું ને દુનિયાને લાભ કરીશું. પણ તે તો જ્યારે આપણા સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નકાય ત્યારે જ બને.
वाचकः
પ્રજાને શું કહેશો?
अधिपतिः
પ્રજા તે કોણ?
वाचकः
અત્યારે તો તમે જે અર્થમાં વાપરો છો તે જ પ્રજા; એટલે જેઓ યુરોપી સુધારાથી ખરડાયેલા છે, જેઓ સ્વરાજનો ધ્વનિ કાઢી રહ્યા છે તે.