આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, રે ભાઈ !
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો;
મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે – જેલનાં.
વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ !
વેચો વળીઓ ને વેચો વાંસડા;
મારા બરધિયાને વરસ બે જિવાડ્ય રે – જેલનાં.
ફટકા ફાંસીનું શીખું કામ જો હું ભાઈ !
ફટકા ફેંસીનું બૂરું કામ જો;
વધે માફી વળી રૂપૈયા રળાય રે – જેલનાં.
બદનામી થાય આખી જેલમાં, હો ભાઈ !
બદનામી થાય આખી જેલમાં;
પીર દાવલશા સોણલે ભળાય રે – જેલનાં.
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ !
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા;
વરસ બે તો વહી જાશે પલક માંય રે – જેલનાં.
[લેખકના કાવ્યસંગ્રહ ‘યુગવંદના’માંથી]
[9]