પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૩]

કલમની પીંછીથી




“માજી, જમ્યા કે હજી વાર છે ?”

“આજે રામનોમ છે, આજે અપવાસ છે. હમણાં લોટ માગી આવી. આ તાંબડીમાં આટલો આવ્યો.”

માજીની તાંબડીનો લોટ મેં જોયો. મારો ભાઈબંધ જમનો નાનપણમાં લોટ માગતો તે મને યાદ આવ્યું. નથુ શુક્લની તાંબડી નજરે તરી.

“માજી, આટલો બધો લોટ રોજ મળે છે ?”

“નારે ભા, હું તો બે ચાર દિ'યે આંટો મારું છું. મારા એક પંડને ખાવું એટલે કેટલોક લેાટ જોવે ! અને મને તો ખરક બ્રાહ્મણને ત્યાંથી રોજ રોટલો ને શાક મળે એટલે આ લોટ તો કોકવાર કામ આવે. એનું વળી શાક પાંદડું એવું લેવાય. અમે અતીત બાવા છીએ. આ મંદિરમાં મારો ભાઈ પૂજારી છે. હમણાં અમે નોખાં રહીએ છીએ.”

માજી નિરાંતે વાતો કરતાં હતાં. વર્ષોથી ગોઠવાઈ ગએલી જિંદગીની વાત કરતાં તેના માં ઉપર એક્યે જાતની સારી માઠી અસર નો'તી થતી. ધણી