પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




થાળની ભેટ


• રાગ ભૈરવી — તાલ ત્રિતાલ •


મારી આ થાળ સ્વીકારો, કૃપાઘન !
મારી આ થાળ સ્વીકારો ! — (ધ્રુવ)

વિવિધ વૈચિત્ર્ય ભર્યું તમ વિશ્વે,
શોધ્યે જડે નહીં આરો;
કાંધે આ કાવડ મુકી બધેથી
ઝીલી મેં કંઇ રસધારો :
કૃપાઘન ! મારી આ થાળ સ્વીકારો ! ૧

સૂરજ ચંદ્ર ને તારકમાંથી
ચૂંટ્યા મેં ચેતનતારો ;
સ્વર્ગગંગામાં ડૂબકી ભરી હું
લાવ્યો આ મોતી હજારો !
કૃપાઘન ! મારી આ થાળ સ્વીકારો ૨