પૃષ્ઠ:Kankavati.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાઈ રૂડી

વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી ? કેવી વહાલી હતી ? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં ? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :

જાઈ રૂડી રે જાઈ રૂડી !
જાઈને હાથે ચાર ચૂડી.
જાઈ રમે તો સૌ ગમે
આંગણે રમે આઈ[૧]ને ગમે
ફળિયે રમે ફઈને ગમે
જાઈ મરે તો ભીડ પડે
એની માનાં કહ્યાં કોણ કરે ?


બીજ માવડી

જવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે :

બીજ માવડી !
ચૂલે તાવડી
બે ગોધા ને એક ગાવડી.

  1. આઈ-મા