પૃષ્ઠ:Kankavati.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
3. જે કૌટુમ્બિક જીવનમાં અપમાન અને સંતાપ પામતી અનાથ દુખિયારીને એના નિર્મળ ચિંતનમાંથી પ્રગટ થઈ રિદ્ધિસિદ્ધિ અર્પે તેવીરપસલી મા.
4 જે પરમાર્થથી સંતોષાય ને સ્વાર્થથી કોપાય તે: શીતલા મા.
5. જે પાપના પશ્ચાત્તાપથી પ્રસન્ન થાય તે નોળી નોમ.'
6. જે કોઈ પશુપંખી કે વનસ્પતિ નિર્દોષ નિરાધારને આશરો આપે તેને પણ લોલલનાઓએ દેવસ્થાને સ્થાપ્યાં. નાગ પાંચમ, ધો આઠમ વગેરે.
7. જે શુદ્ધ તપશ્ચર્યાથી રીઝે તે પુરુષોત્તમ માસ.

અકેક ભાવના.

આ રીતે વ્રતોની અક્કેક વાર્તામાં લોકસમુદાયે અક્કેક કલ્યાણકારી ભાવનાને દેવપદવી દઈને સ્થાપેલી છે. અભ્યાસની દ્રષ્ટિ રાખીને આ વાર્તાઓ વાંચનાર માનવ જોઈ શકશે કે આ દેવમંડળનો એક પણ દેવતા અનીતિ અથવા લંપટતા કે અસત્યનો આદેશ કરતો નથી-તેમ કેવળ પોતાની જ તૃપ્તિને કાજે ધૂપ દીપ ને નૈવેદ્ય સ્વીકારીને એ પોતાના ઉપાસક પર પ્રસન્ન થઈ જતો નથી પણ ઉપાસક વ્રતધારીની પાસેથી પુણ્ય અને ત્યાગનાં કાર્યોની અપેક્ષા રાખે છે. દષ્ટાંત તરીકે શીતળાનું વ્રત ખંડિત કરનાર જનેતા પોતાના દીકરાને કેવળ મોટાં નૈવેદ્ય કરીને જ સજીવન કરાવી શકતી નથી. પણ વળતા જ પ્રભાતે એને અનેક દુ:ખી પ્રાણીઓની સેવા કરતાં કરતાં દેવીની પાસે પહોંચવું પડે છે. એટલે કે લોકવ્રતોનો દેવતા કેવળ સ્વાર્થી ને મનસ્વી નથી કલ્પાયો. એની પ્રસન્નતાનો પંથ લોકસેવા વાટે ચાલે છે.

સ્વાર્થી દેવતા

કેવળ સ્વાર્થી દેવતાનું એક દૃષ્ટાંત છે, કાંઠા-ગોર્ય. એ પોતાની પૂજા ન કરનાર પર રૂઠે છે. પરંતુ ત્યાંયે અંધ કોપ નથી. નઠોર જેઠાણી જ્યારે માતાજીની મૂર્તિને પાટુ મારીને ભાંગી નાખવાની હદ સુધી જાય છે ત્યારે જ એના ઉપર કોપ ઊતરે છે. અને તે ઉપરાંત એ કોપ પણ ક્ષણિક છે. દેવ-કોપનું ઉગ્રમાં ઉગ્ર અને બેહૂદું સ્વરૂપ શ્રાવણિયા સોમવારની મોટી કથામાં છે. અજાયે પણ એ વ્રતનું ખંડન કરનારી રાણી ઉપર મહાદેવ રૂઠે છે. કપટ કરાવીને એ રાજા કને રાણીને દેશવટો દેવરાવે આવા અર્થહીન કોપની પ્રશંસા કરવા લોકપ્રાણ નથી બેઠો, ત્યાં તો આખરે એ રાણી તરફથી કશાં ક્ષમાયાચના કે પ્રાયશ્ચિત વગર રાણીના પૈર્ય ને ત્યાગની સામે મહાદેવને જ નમવું પડ્યું છે. પવિત્રતાનો અને નિર્દોષતાનો એ દેવશક્તિની સામે પણ પડકાર છે. (આ વાર્તા અપ્રકટ રહી ગઈ છે.) દાખલા:

(1) શ્રાવણિયા સોમવારની ઉપર નિદેશેલી વાતમાં: