પૃષ્ઠ:Kankavati.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૂર્યનારાયણ ઊગીને ઘેર આવ્યા ને,
તમે ચાડી ખાધી ને,
મને ગાળો ભંડાવી ને,
માટે તમને શાપ દઉં છું ને,
તમે બૈરાંના પેટમાં વાત નહિ ટકે ને,
તમે ભભડતાં ભભડતાં રહેશો ને,
સંતોષ ને સબૂરી નહિ વળે ને."
એક દહાડો સૂર્યનારાયણ જમ્યા,
ને બે ગ્રાસ રહ્યા છે ને;
એક ગ્રાસ સાસુ ખાય છે,
એક ગ્રાસ રન્નાદે ખાય છે;
સૂર્યનારાયણે માને પૂછવા માંડ્યું ને,
મા, મા, કેમ સુકાયાં છો ને,
"ભાઈ ઘરની વાત જાણો છો ને,
તમારે કશું અજાણ્યું નથી ને."
"જુઓ મારે પરણ્યે બહુ દુઃખ આવ્યું ને."
"ભાઈ કશીયે ફિકર નહિ ને."
રન્નાદે એક દહાડો કરગરીને કહેવા લાગી ને,
"હવે ભાઈશા'બ, શાપના અનુગ્રહ કરો ને,
બધુંય દુઃખ વેઠાય પણ ભૂખનું દુઃખ વેઠાતું નથી ને,
એક ગ્રાસ તમારી મા ખાય છે,
ને એક ગ્રાસ હું ખાઉં છું ને,
માટે હવે મને અનુગ્રહ કરોને."
"તમે મારું વ્રત કરો ને."
"તમારું વ્રત હું જાણતી નથી ને?"
"સવાત્રણ શેર ચોખાનો લોટ,
સવાશેર ઘી,
સવાશેર ખાંડ,
એના ફીણીને લાડુ કરો,
રૂપાનો રથ કરાવો,
સૂર્યનારાયણની મૂર્તિ કરાવો,