પૃષ્ઠ:Kankavati.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાઈ ભાઈ, તું કોને ગોતછ?
મને તૂઠમાન થયા ઈ શંકરને ગોતું છું.
ભાઈ ભાઈ, હવે ગોતવું રે'વા દે,
વરત કર સોમવારનું.


તુલસીવ્રત

વિધાર્થી બામણ હતો.
રાજાની રાણી હતી.
રાણીએ તો બામણને બોલાવ્યો છે.
કીધું છે કે ભાઈ ભાઈ , વ્રત કાઢ્ય.
વ્રત કાઢ્યાં વરતુલા કાઢ્યાં.
પે'લું વ્રત બ્રહ્માનું કાઢ્યું.
બીજું વ્રત વિષ્ણુનું કાઢ્યું
ત્રીજું વ્રત સૂરજનું કાઢ્યું.
ચોથું વ્રત તુલસીમાનું કાઢ્યું.
ભાઈ ભાઈ , મારે કિયા વ્રત ઉપર લેણું છે ?
બાઈ, તમારે તુળસીમાના વ્રત ઉપર લેણું છે.
દીકરી ઉપર લેણું છે કે અલેણું ?
લેણું તો છે , પણ દીકરી તમારી શોક્ય થાય !
હાં કે 'છે કોઈ ?
એક કરતા એકવીસ હાજર છે.
જઈને દીકરીને વગડામાં મેલી આવો.
ધાવણી દીકરીને તો વગડામાં લઈ ગયા છે.
નગન કરીને વડલાની પોલ્યમાં મેલી છે.
વડ માથે મધનું પોડું જામેલું છે.
એ તો અદાડે ઉઝરે છે.
તુળસીમાએ લખમીનો વેશ લીધો છે.
જંગલમાં તો આળિયાં ને જાળિયાં,
કાચનાં કમાડિયાં,