પૃષ્ઠ:Karanghelo.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૩૧૮ )


સોભાન–ઇસ્‌તગ્‌ફેરૂલ્લાહ ! વાત સાચી છે. બીજા વાત કરવી જોઈએ. વારૂ આટલામાં કાંઈ જોવા લાયક જગા છે ? હવે ઈહાં નવરા પડી રહ્યા છીએ, ત્યારે કાંઈ ગમત કરવી જોઈએ.

મ. જા. – સુબાનઅલ્લાહ ! જગા તો એવી બતાવું કે તમે જોઈને ખુશ થઈ જાઓ, ઈહાંથી થોડેક દૂર કાફર લેાકેાનાં દેવળ છે. એવાં સઘળી જહાનમાં નહીં હશે. અલબત મક્કા, મદીનામાં જે આપણી મસ્જીદો છે તેની વાત તો કહેવી જ નહી. વેરૂલ કરીને એક પાસે ગામ છે તેમાં ગુફાઓ છે તેની શી તારીફ કરું ! તે ઉપરની નકશી તથા કોતરેલું કામ તો જોયાં જ કરીએ. હિન્દુ લોકોમાં પણ મોટા કારીગરો થઈ ગયલા છે. એ લોકો ઘણી વાતમાં હોશિયાર છે. એક તેઓનો દીન શેતાનનો બનાવેલ છે, અલહમદુલિલ્લાહ ! ખુદા તેએાને વધારે રોશની આપે.

સોભાન – મિયાં સાહેબ ! એ કોતરોનું થોડું બ્યાન કરો.

મ. જા. – તેઓનું બ્યાન થઈ શકે એવું નથી; જોવાથી જ તેની ખૂબી જણાય. પણ જ્યારે તમારા સઘળાની ખાહિશ છે ત્યારે તેનો એક ટુંકો અહવાલ મારી મગદુર પ્રમાણે હું આપું છું વેરૂલ ગામથી આશરે અર્ધા કોશ ઉપર એક અર્ધ ચન્દ્રાકાર પહાડ છે તેના આગલા ભાગમાં એ ગુફાઓ છે. તેઓ બ્રાહ્મણ, જૈન, તથા બૌદ્ધ લોકોની છે. જમીનની અંદરના દેવળો એટલાં બધાં છે તથા તેઓ એવાં શોભાયમાન છે, તેઓમાંનાં કેટલાંએક એટલાં તો મોટાં તથા ઉંચાં છે, બીજાં કેટલાંએકમાં એવી તો ભાતભાતની નકશી છે, અજાયબ સરખાં પાતરાં, તથા વેલ એવી તો કોતરેલી છે, થાંભલા ઉપર એવી તો બારીક તથા ખુબસુરત નકશી છે, તેઓના ઉપર દેવીની મૂર્તિ એવી તો રમણિક ખોદી કાઢી છે, તથા પૂતળાં એવાં તો મોટાં કદનાં છે કે આપણે એ સઘળું જોઈને ખરેખર તાજુબ થયા વિના રહીએ નહી. કેટલીએક ગુફાઓને બ્રાહ્મણ લોકો ધિક્કારીને ઢેડવાડો કહે છે, તેઓ ચોમાસાના દહાડામાં ઘણી જ રળિયામણિ દેખાય છે, જે કોતર છે તે ઘણું જ મોટું તથા ખૂબસુરત છે, અને તેના આગલા ભાગ