આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨
પા ! પા ! પગલી
નાજૂક ડગલી
ડગલી ભરતાં
દડ વડ દડતાં
બેની મારી પડતાં !
પા! પા ! પડિયાં
થોડુંક રડિયાં
આંસુડાં દડિયાં
ભાઈ સાથે લડિયાં
ભાઈ ભરે બકી
જાણે ચકો ચકી !
પા ! પા ! પાલર
ઝૂલે છે ઝાલર
ઝાલર જડિયો
બેનીબાનો ચણિયો
જાણે નાનો દરિયો !
પા ! પા ! પૂજન