પૃષ્ઠ:Lagnageeto.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વરરાજે સીમડી ઘેરી

મોર તારી સોનાની ચાંચ
મોર તારી રૂપાની પાંખ

સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય

મોર જાજે ઊગમણે દેશ
મોર જાજે આથમણે દેશ
વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ

વેવાઈ મારા સૂતો છે કે જાગ
વેવાઈ મારા સૂતો છે કે જાગ
જીગરભાઈ વરરાજે સીમડી ઘેરી માણારાજ

સીમડીએ કાંઈ ચમર ઢોળાવ
સીમડીએ કાંઈ ચમર ઢોળાવ
ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ
વેવાઈ મારા સૂતો હોય તો જાગ
જીગરભાઈ વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ