પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૪૧]



સ૦- અંગ્રેજો સામે લડવા માટે એક લશ્કરમાં જોડાવાનું એણે તમને અને તમારી ટૂકડીને કહ્યું હતું ?

જ૦– અંગ્રેજો સામે લડવા માટે એણે મને કોઈ લશ્કરમાં જોડાવાનું કહ્યું નહોતું.

સ૦– હું તમને કહું છું કે તમને બ્રોડકાસ્ટ કરવાનું કહેવામાં આવેલું, અને જાપાનીઓને મદદ કરીને હિન્દની આઝાદી મેળવવાનું તમે હિન્દી લશ્કરને રેડીઓ ઉપરથી કહેલું પણ ખરું.

જc– ના. મેં અગાઉ જે કહ્યું એ જ મેં બ્રોડકાસ્ટ કરેલું અને બીજુ કાંઈ જ નહિ.

સ૦- સિંગાપુરમાં તમે મેજર ફ્યુજીવારાને મળેલા ?

જ૦– એમને હું મળેલો નહિ, પણ મેં એમને જોયેલા.

સ૦– તમે સિંગાપુર જવાની વાત કરતા હતા. તમે ત્યાં જવાની માગણી કરેલી કે તમને ત્યાં મોકલવામાં આવેલા ?

જ૦– મને ત્યાં મોકલવામાં આવેલો.

સ૦– મોહનસીંઘ સાથે તમે કેવી રીતે રહ્યા ? અગાઉ તો તમારે એમની સાથે કાંઈ સંબંધ હતા નહિ.

જ૦– હું મોહનસીંઘની સાથે રહ્યો હતો એવું મેં નથી કહ્યું, મેં કહેલું કે કે૦ મોહનસીંઘની પડખેના એક ઘરમાં બીજા હિન્દી સિપાહીઓ રહેતા હતા ત્યાં હું પણ રહેલો.

સ૦– એ ઘર માંઉન્ટ પ્લેઝન્ટ રોડ ઉપરના મોહનસીંઘના બંગલામાં હતું ?

જ૦– માઉન્ટ પ્લેઝન્ટ રોડ ઉપર સંખ્યાબંધ બંગલાઓ હતા. કે૦ મોહનસીંઘની પડખેના એક નાના મકાનમાં હું રહ્યો હતો.

સ૦– સિંગાપુર પહોંચ્યા પછી તમે મોહનસીંઘ સમક્ષ હાજર થયા હતા કે નહિ ?

જ૦– ના......ત્યાં પાંચ-છ દિવસ રહ્યા પછી હું બિદાદરી છાવણીમાં ગયેલો. મને ત્યાં જવાનો હુકમ કરવામાં આવ્યો હતો.