પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૪ ]

જનારાઓ ઉપર મારો કાંઈ પણ અંકુશ નહિ રહે. જાપાનીઓ વતી હું બોલી શકું નહિ. જે સત્તાના કેદીઓ થવાનું તેઓ પસંદ કરે તે એમને કેવી રીતે કે કયે સ્થળે રાખશે તે હું કહી શકું નહિ. જે અફસરો પોતાના નિર્ણયની પુન:વિચારણા ન કરવા માગતા હોય તેમને હું તેમના સિપાહીઓથી જુદા પાડું તે પૂર્વે તેમનાં કારણો જણાવવા મારી સમક્ષ આજે સાડા અગિયાર વાગે હાજર થવું પડશે.”

૧૯૪૩ ના જાન્યુઆરી પછી આ૦ હિં૦ ફો૦ માટે ફરીથી ભરતી થતી હતી. ઘણા યુદ્ધકેદીઓ એમાં જોડાયા અને તેથીય વધારેને જોડવામાં આવ્યા હતા.

યુદ્ધકેદીઓ ઉપરના સિતમો અને યાતનાઓ તેમની છાવણીઓમાં અને નજરકેદ-છાવણીઓમાં ખુલ્લેખુલ્લાં અને જાહેર રીતે લાદવામાં આવતાં. આરેાપીઓ યુદ્ધકેદીઓની અને કેદીઓની છાવણીઓમાં જતા. ૧૯૪૨ના ડીસેંબર પહેલાં અને પછી આરોપીઓ પોતે જ કેટલીય યુદ્ધકેદી–છાવણીઓમાં વખતો વખત,ભાષણો કરતા હતા. હું તેમાનાં થોડાક પ્રસંગો ટાંકીશ:

૧૯૪૩ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કૅ. શાહનવાઝ પોર્ટ ડિકસનમાં હતા અને યુદ્ધકેદી-અફસરો, સુબેદારો અને જમાદારો સમક્ષ એમણે ભાષણ કરેલું. એમણે કહ્યું હતું કે, “મોહનસીંધ વાળી આ૦ હિં૦ ફો૦ વિખેરી નાખવામાં આવી છે. અને એક નવી આ૦ હિં૦ ફેા૦ ઊભી થઈ રહી છે. કોઈ યુદ્ધકેદીને એમાં જોડાવું હોય તો તે જોડાઇ શકે છે. અહીં તમને કેટલી ખરાબ રીતે રાખવામાં આવે છે ! પણ જો આ૦ હિં૦ ફો૦માં જોડાશો તો તમારી સારી સંભાળ રખાશે અને ખોરાક બરાબર અપાશે. યુદ્ધકેદીઓને આ સમજાવજો અને ભરતી થવા માગનારાઓનાં નામ સિંગાપુરમાંના આ૦ હિં૦ ફો૦ના વડા મથકે મોકલી આપવા આ છાવણીના નાયકને આપજો.'